ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યની શાળાઓમાં નવરાત્રી વેકેશન થશે રદ્દ...

ગાંધીનગર: નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ માતાજીના ગરબા રમી શકે, આરાધના કરી શકે તેવા હેતુ સાથે ચાલુ વર્ષે વેકેશન આપવામાં આવ્યું હતું. 10 દિવસ દરમિયાન રાજ્યની શાળાઓમાં વેકેશન રખાયું હતું. જે દસ દિવસ ઉનાળાના વેકેશનમાં બાદ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આ નિર્ણયને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

By

Published : May 24, 2019, 9:47 PM IST

માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે

રાજ્યની શાળાઓમાં નવરાત્રી દરમિયાન વેકેશન આપવાનો નિર્ણય રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે દ્વારા લેવાયો હતો. આ બાબતે ગુજરાતના મુખ્યપ્રધાન પણ અજાણ હતા. એમ કહેવાય છે કે, મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન વચ્ચે કોમ્યુનિકેશન ગેપ જોવા મળ્યો હતો.

શિક્ષણપ્રધાને જાહેરાત કરી લીધા બાદ ચાલુ વર્ષે શાળા-કૉલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવરાત્રી દરમિયાન 10 દિવસનું વેકેશન આપવામાં આવ્યું હતું. ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ અધિકારીઓ અને તેના સભ્યોની મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટેની બાઈટ

માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે કહ્યું કે, નવરાત્રી વેકેશનને લઈને શિક્ષણ વ્યવસ્થામાં તકલીફ પડે છે. જેને લઇને શિક્ષણ બોર્ડ દ્વારા સરકારને ભલામણ કરવામાં આવી છે. રાજ્યમાં અગાઉ વર્ષ 1995માં જ્યારે નલિન ભટ્ટ શિક્ષણ પ્રધાન હતા, તે સમયે નવરાત્રી દરમિયાન વેકેશનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 1995માં વિદ્યાર્થીઓને વેકેશન પણ આપવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે આ નિર્ણય બાદ તુરંત નવરાત્રી આવતા વિદ્યાર્થીઓને વેકેશન આપવામાં આવ્યું છે. પરંતુ હવે બીજા જ વર્ષે નિર્ણય પાછો ખેંચવામાં આવી રહ્યો છે. એકેડેમિક કેલેન્ડર પ્રમાણે નવરાત્રી વેકેશન બાદ તરત જ દિવાળી વેકેશન આવતું હોવાથી એકેડેમી કેલેન્ડરમાં વેકેશન ફિટ બેસતું નથી.

ગાંધીનગર સેકટર 22માં બોર્ડની શાળામાં પરિક્ષા સમિતિની બેઠક મળી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કોપી કેસમાં ઝડપાયેલા વિધાથીને સુનવણી પ્રકિયા શરૂ કરાઈ હતી. જેમા આજે પ્રથમ દિવસે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વર્ગખંડમાં સીધી રીતે કોપી કરતા પકડાયા હોય તેવા વિદ્યાર્થીઓનું હેયરીગ કરવામાં આવ્યું હતુ. હેયરીગમાં શિક્ષણ બોર્ડના અધિકારી સહિત બોર્ડના સભ્યો હાજર રહ્યાં હતાં. જ્યારે આગામી 27,28,29 મેં ના રોજ પણ પરીક્ષા સમિતિની બેઠક મળશે.

ABOUT THE AUTHOR

...view details