જ્યારે ચૂંટણીમાં વિજય થયા બાદ અને શપથ ગ્રહણ પહેલા આશીર્વાદ લેવા નરેન્દ્ર મોદી માતા હિરા બાને મળવા આવ્યા હતા. 26મી મેના ગુજરાતમાં અભિવાદન સમારોહમાં હાજરી આપી તો ત્યાંથી સીધા તેઓ ગાંધીનગરના ખાતે આવેલા માતાના નિવાસ સ્થાને આર્શીવાદ લેવા ગયા હતા.
હીરાબાએ ઘરે બેસી નિહાળ્યો શપથગ્રહણ સમારોહ, તાલી પાડીને દીકરાને વધાવ્યો - Gandhinagar
ગાંધીનગર : રાષ્ટ્રપતિ ભવનના રાયસીના ખાતે શપથ સમારોહ યોજાયો હતો, જેમાં દેશ-વિદેશના મહેમાનોની ઉપસ્થિતીમાં વડાપ્રધાન મોદીએ શપથ લીધા હતા. સમગ્રદેશ જ્યારે વડાપ્રધાન મોદીની શપથ વિધી જોઇ રહ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ પોતાના નિવાસ સ્થાને ટીવી પર પુત્રને શપથ લેતા લાઈવ પ્રસારણ જોયું હતું અને શપથ વખતે હીરાબાએ તાલી પાડીને દીકરાને વધાવ્યો હતો.
સ્પોટ ફોટો
ટીવી પર પુત્રને શપથ લેતા જોઈને ભાવુક થયેલા હિરાબાની તસવીર ટ્વીટર અને ફેસબુક પર વાયરલ થઈ હતી. દરેક માતા માટે પુત્રની સફળતાનું અનોખું મહત્વ હોય છે તેવી જ રીતે વડાપ્રધાન મોદીના માતા હિરાબા પણ હંમેશા તેમની સફળતાના પૂરક રહ્યાં છે.