રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કંટ્રોલ રૂમમાંથી નજર રાખવામાં આવે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા જમાલપુર માંથી નીકળી છે. હાલમાં સરસપુરમાં પહોંચી છે. ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે CM ડેશબોર્ડ ઉપરથી હાલમાં મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. CCTV કેમેરા સાથે સીધો જ CM ડેશબોર્ડ સાથે જોડવામાં આવ્યા છે. ત્યારે પોલીસના અધિકારીઓ યાત્રા પુરી થાય ત્યાં સુધી નજર રાખી રહ્યા છે. 25 હજાર પોલીસ કર્મચારી રથયાત્રામાં ફરજ બજાવી રહ્યા છે.
ઇઝરાયેલી ડ્રોન દ્વારા રથયાત્રા ઉપર બાજ નજર, CM રૂપાણીએ કંટ્રોલ રૂમમાંથી મોનીટરીંગ કર્યું - gujaratinews
ગાંધીનગર : રાજ્યમાં અષાઢી બીજના દિવસે અમદાવાદના જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પરંપરાગત રીતે રથયાત્રા નિકળે છે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યનો ગૃહ વિભાગ બે દિવસ પહેલાથી જ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગમાર્ચ પણ યોજવામાં આવે છે. ત્યારે આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના સરકારી બંગલેથી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી રથયાત્રા ઉપર મોનિટરિંગ રાખ્યું હતું.
ઇઝરાયેલી ડ્રોન દ્વારા રથયાત્રા ઉપર બાજ નજર
આ વખતે કોઈ ડ્રોન દ્વારા હુમલો કરે તો પણ તે નજરમાં આવી જાય તે રીતે ઇઝરાયલના ડ્રોનથી કામગીરી કરવામાં આવી રહી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સલામતિ માટે કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે ગુજરાત પોલીસ સલામતી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ખડેપગે રહીને કંટ્રોલરૂમથી નજર રાખી રહી છે. 4 જગ્યાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાયા છે. રથયાત્રા ઉપર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.