લોકસભા ચૂંટણીમાં યુવાનોનો દબદબો, 10 લાખ યુવાઓ કરશે પ્રથમ વાર મતદાન - ચૂંટણીલક્ષી કામગીરી
ગાંધીનગર: લોકસભા ચૂંટણીમાં હવે ઉમેદવારી કરવા માટે માત્ર એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીલક્ષી માહિતી આપી હતી.
મુખ્ય નિર્વાચીન અધિકારી
મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સાડા ચાર કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 10 લાખ 18 થી 19 વર્ષના યુવા મતદારોનો સમાવેશ થાય છે.
- સમગ્ર રાજ્યમાંથી 51,677 જેટલા હથિયારો જમા થયા છે. જ્યારે 44,900 બિનજામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યા છે. 1,90,747 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.
- તો આ મામલે રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા ચૂંટણી જાહેર થયા બાદ 6.67 કરોડનો 2.42 લાખ લિટર દારૂ જપ્ત કર્યો છે. 1 એપ્રિલ 2019 સુધીમાં 3.37 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. જેમાં આવકવેરા વિભાગે 3.28 કરોડ, જ્યારે ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમે રૂપિયા 9 લાખની રોકડ જપ્ત કરી છે.
- આચારસંહિતા ભંગની 68 ફરિયાદ મળી છે. જ્યારે cVIGILમાં કુલ 412 ફરિયાદ મળી છે. જેમાં 109 ફરિયાદો પ્રથમ દ્રષ્ટિએ જ કરવામાં આવી છે. જ્યારે બાકીની 303 ફરિયાદો તપાસ કરવા બાદ નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી 2 ફરિયાદ પેન્ડિંગ છે.
- ઉમેદવારી પત્ર ભરતા સમયે કોઈપણ પક્ષનો ઉમેદવાર તેના પ્રતિક વાળો પટ્ટો ગળામાં નાખી શકે કે કેમ તેના સવાલમાં મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું કે, મારે તેની તપાસ કરીને જાણવું પડશે.
- તો અમિત શાહ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું તે દિવસે બપોરના સમયે શહેરની એક ખાનગી હૉટલમાં ભાજપના કાર્યકરો દ્વારા લાવવામાં આવેલા કાર્યકરોને રૂપિયાનું વિતરણ કરવામાં આવતું હતું. તો તે સંદર્ભે કોઇ ફરિયાદ મળી છે કે કેમ ? તેના જવાબમાં તેમણે કહ્યું કે, આ બાબતની કોઈ મારી પાસે માહિતી આવી નથી તમારી પાસે હોય તો મોકલાવો.
- ત્યારે આ સમગ્ર મામલે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ચૂંટણી જાહેર કરાયા બાદ ઉડાઉ જવાબ આપવામાં આવતો હોય તેવું જોવા મળે છે. તેમની પાસે માત્ર ને માત્ર રાજ્યમાં કેટલો દારૂ પકડવામાં આવ્યો કેટલાક ધજા-પતાકા ઉતાર્યા તેની જ માહિતી હોય છે, તે સિવાય પત્રકારો જે સવાલો કરે તેની માહિતી તેમની પાસે હોતી નથી.
Last Updated : Apr 4, 2019, 7:20 PM IST