ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા વકીલ એસોસીએશન દ્વારા બીજા દિવસે પણ વિરોધ યથાવત..

વડોદરા: શહેરના બાર એસોશિએસનના પ્રમુખ હસમુખ ભટ્ટ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને મારામારીની ફરીયાદ નોંધાઇ હતી, જો કે આ ફરીયાદ અંગે બાર એસોશિએસનના વકીલોના આક્ષેપો છે કે, આ ફરીયાદ તદ્દન ખોટી છે, તથા આ ફરીયાદને લઇને પોલીસ વિભાગ દ્વારા વકિલોને બદનામ કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો પણ મુકવામાં આવ્યા હતા. સાથે જ વકીલો દ્વારા વિરોધ નોંધાવવાની સાથે પોલીસનું પુતળ દહન પણ કરવામાં આવ્યું હતું.

By

Published : Mar 20, 2019, 12:04 PM IST

સ્પોટ ફોટો

વડોદરા બાર જિલ્લા બાર એસોશિએસનના પ્રમુખ હસમુખ ભટ્ટની સામે બે દિવસ પહેલા તાલુકા પોલિસ સ્ટેશન મથકમાં લુંટ અને મારામારીની ફરીયાદ નોંધાઇ હતી. જો કે આ ફરીયાદ ખોટી રીતે પોલીસે વકીલોને બદનામ માટે કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગત બે દિવસથી વડોદરા સ્થિત આવેલા વૅક્સીન કોર્ટ સંકુલ ખાતે. જિલ્લા પોલિસના વિરૂદ્ધમાં વકિલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો ત્યારે મંગળવારના રોજ પણ વકીલો દ્વારા પોલીસની કામગીરીના વિરોધમાં સૂત્રોચાર કર્યા હતા. તો એક દિવસના પ્રતિક ઊપવાસ પર વકિલો બેઠા હતાં. તો બીજી તરફ વકીલોએ રસ્તા રોકી રામધુન પણ કરી હતી.

ઊલ્લેખનિય છે કે, આજથી એક વર્ષ પહેલા નવી કોર્ટનું ઉદ્ધાટન થયું હતું. કોર્ટના પહેલા જ દિવસે પોલીસ અને વકીલો વચ્ચે ધર્ષણ થયું હતું. જેથી આ ઘટનાને આજે એક વર્ષ પુર્ણ થતાં વકીલો દ્વારા બ્લેડ ડે મનાવ્યો હતો. ત્યારે સતત બે દિવસથી કોર્ટ કાર્યવાહીથી વકીલો અડગાં રહ્યાં હતાં. તો આ સાથે જ વકીલો દ્વારા જિલ્લા પોલીસના પુતળાને ફાંસી આપીને પુતળાનું દહન કર્યુ હતું. જો કે વડોદરા વકીલ મંડળ દ્વારા એવી ચિમકી ઊચ્ચારી હતી. પોલિસ દ્વારા પ્રમુખ વિરૂદ્ધ નોંધવામાં આવેલી ખોટી ફરીયાદ જ્યાં સુધી પરત નહી લે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ABOUT THE AUTHOR

...view details