રાજ્યમાં ગૌચરની જમીન વેચી શકાય નહીં તેવો સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાતની ભાજપ સરકાર માહિતી કંપનીઓને મફતના ભાવે રાજ્યનું ગૌરવ પધરાવી રહી છે. ત્યારે બિલ્ડરને ગાંધીનગરની ગૌચરની જમીન સહિત 3,76,581 ચોરસ મીટર જમીન મીટરના અંદાજે રૂપિયા 470 ભાવે આઇટી બનાવવા માટે આપી છે. ગાંધીનગરની જમીન વિકાસ દરના આઠ ગણા ભાવે ભારત સરકારના વિવિધ વિભાગો આર્મીની ત્રણેય પાંખો આર્મી, નેવી અને એરફોર્સના હેડ કોટર માટે 7800 પ્રતિ મીટર ભાવ નક્કી કરવામાં આવ્યા હતા.
IT પાર્કના નામે કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે :વિરજી ઠુમ્મર - Dilip Prajapati
ગાંધીનગર: ગુજરાત રાજ્યની ભાજપની સરકારે ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે પાણીના ભાવે જમીનોની ખેરાત કરી દીધી છે. વિધાનસભાના સત્રમાં બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે રાહેજા બંધુઓને પાણીના ભાવે કરોડો રૂપિયાની જમીનો આપી છે. તેને લઈને સવાલ કર્યો હતો કે, રાહેજા બિલ્ડર્સને રૂપિયા 470 પ્રતિ મીટરના મામૂલી ભાવે જમીન આપવા માટેના કયા કારણો હતા ? તેમણે કહ્યું કે, સરકાર વિધાનસભામાં ધારાસભ્યોને પણ જવાબ આપતી નથી. કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે.
![IT પાર્કના નામે કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે :વિરજી ઠુમ્મર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3803859-thumbnail-3x2-pk.jpg)
બીજા કોમર્શિયલ રહેણાંક હેતુ માટે જમીનની હરાજી કરવામાં આવે છે. હાલની બજાર કિંમત રૂપિયા 50 હજાર કરતાં વધારે અને જે તે વખતે 20 હજાર કરતાં વધારે હતી. ત્યારે બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કહ્યું કે, રાહેજા બિલ્ડરે સેઝનું બાંધકામ કર્યું હોય તો તેમાં આઇટી ક્ષેત્રના કેટલા યુનિટોએ કેટલા ચોરસ મીટર જમીન સેઝમાંથી ખરીદી છે. આ યુનિટનું વાર્ષિક ટર્નઓવર કેટલું છે ?
વિરજી ઠુમ્મરે કહ્યું કે, આઇટી પાર્કના નામે મફતના ભાવે માત્ર જમીન ખરીદી લેવામાં આવી છે. ત્યાં કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેમણે સરકાર સામે આક્ષેપ કર્યો કે રાહેજા બિલ્ડર્સ અને આપેલી જમીનનો આઈટી પાર્કની જગ્યાએ અન્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકાર વિધાનસભામાં ધારાસભ્યોને પણ જવાબ આપી શકતી નથી. રાજ્યની જનતા જાણે કે, ભાજપની સરકાર મફતના ભાવે જમીનોની જાહેરાત કરી રહી છે. ત્યારે તેનો જવાબ આપે.