ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ, BJP જે ઉમેદવાર મુકે તે જીતે - Election

ગાંધીનગર: રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી એક ગાંધીનગર લોકસભા બેઠક શરૂઆતમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. પરંતુ વર્ષ 1998થી આ બેઠક ઉપર કોઈ જ જ્ઞાતિનું પ્રભુત્વ જોવા મળતું નથી. ગાંધીનગર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાંથી માત્ર એક ગાંધીનગર ઉત્તર લોકસભા બેઠકના વિધાનસભાના ધારાસભ્ય કોંગ્રેસના છે. બાકીની 6 ધારાસભા બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય બનેલા છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા કોઇપણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો આસાનીથી ઉમેદવાર જીતી શકે છે.

design photo

By

Published : Mar 16, 2019, 8:44 AM IST

Updated : Mar 16, 2019, 12:48 PM IST

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કુલ 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં 36 ગાંધીનગર, 38 કલોલ, 40 સાણંદ, 41 ઘાટલોડિયા, 42 વેજલપુર, 45 નારાયણપુરા અને 55 સાબરમતીનો વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં 9,91,877 પુરૂષ મતદારો, 9,28,881 સ્ત્રી મતદારો અને 49 અન્ય મતદારો મળી કુલ 19,20,807 મતદારો પોતાના મતાઘિકારનો ઉપયોગ કરશે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં 519 સર્વિસ વોટૂરસ છે. તેમજ કુલ 1972 પોલીંગ સ્ટેશન છે અને 703 પોલીંગ સ્ટેશન લોકેશન છે.

ગાંધીનગર વિધાનસભા મત વિસ્તાર 34 દહેગામ, 35 ગાંધીનગર, 36 ગાંધીનગર, 37 માણસા અને 38 કલોલ છે. આ તમામ વિધાનસભા મત વિસ્તાર અલગ અલગ સંસદીય મત વિસ્તારમાં છે. જેમાંથી 36 ગાંધીનગર અને 38 કલોલ વિધાનસભા મત વિસ્તાર ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં આવે છે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 12,14,155 મતદારો છે. જેમાં 6,24,202 પુરૂષ, 5,89,916 સ્ત્રી અને 37 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લામાં કુલ 43 હજાર જેટલા નવા મતદારો ઉમેરાયા છે. તેમજ 12 હજાર જેટલા મતદારો વિકલાંગ છે.

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર વિજેતા થયેલા ઉમેદવારો

નામ. પાર્ટી. વર્ષ
સોમચંદ સોલંકી કોંગ્રેસ. 1967
પુરુષોત્તમ માલવણકર. જનતા પાર્ટી. 1977
અમૃત પટેલ. કોંગ્રેસ. 1980
જી. આઈ. પટેલ. કોંગ્રેસ. 1984
શંકરસિંહ વાઘેલા. બીજેપી. 1989
એલ.કે.અડવાણી. બીજેપી. 1991
અટલ બિહારી બાજપાઈ. બીજેપી. 1996
વિજય પટેલ. બીજેપી. 1996
એલ.કે.અડવાણી. બીજેપી. 1998

જાણવા જેવુ: વર્ષ 1996માં અટલબિહારી બાજપાઈ લખનઉ અને ગાંધીનગર બેઠક ઉપરથી લડયા હતા. બન્ને બેઠક ઉપર વિજય થતા ગાંધીનગર બેઠક પર તેમણે રાજીનામું આપ્યુ હતું. જેમાં બેટા ઇલેક્શનમાં ફિલ્મ એક્ટર રાજેશ ખન્ના સામે વિજય થયો હતો. જ્યારે વર્ષ 1998થી ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના એલ.કે.અડવાણી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.


ભાજપ એલ.કે.અડવાણીને કરી શકે છે નિવૃત

બાબરી મસ્જિદ ધ્વંસ બાદ જાણીતા બનેલા ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી હાલમાં ગાંધીનગર લોકસભા બેઠક ઉપરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 1998થી એલ.કે.અડવાણી ભાજપના ઉમેદવાર રહ્યા છે અને સતત જીતતા આવ્યા છે. પરંતુ હવે અડવાણી 91 વર્ષના થઇ ગયા છે જ્યારે નરેન્દ્ર મોદી અને એલ.કે.અડવાણી અને વચ્ચે મન મેળ રહ્યો નથી. ત્યારે આ બેઠક ઉપરથી હવે તેમણે નિવૃત્ત કરી દેવામાં આવે તેવું જોવા મળી રહ્યું છે.

ગાંધીનગર લોકસભા બેઠકના જ્ઞાતિવાર આંકડા

ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ રહેલો છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન જોવા મળે છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકમાં અમદાવાદના વિસ્તારનો સમાવેશ થતો હોવાથી લોકસભા બેઠક બીજેપીના હાથમાં જાય છે. ત્યારે જ્ઞાતિવાર આંકડા જોઈએ.

પટેલ 2,44,074
વણિક 1,42,033
ઠાકોર 1,30,343
દલિત 1,88090

અમિત શાહ અથવા સી.કે.પટેલ ગાંધીનગર લોકસભા બેઠક લડી શકે છે.

ગાંધીનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. ત્યારે આ બેઠક ઉપર લડવા માટે હાલમાં બે મોટા નામ ચાલી રહ્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, જ્યારે બીજું નામ ભાજપમાં ફંડ આપવામાં જાણીતા સી.કે પટેલનું નામ જોરશોરથી ચાલી રહ્યુ છે.

કોંગ્રેસમાં ગુજરાત ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે.ચાવડા દાવેદારીમા આગળ

ગાંધીનગર લોકસભા બેઠક વર્ષ 2014માં ભાજપમાંથી એલ.કે.અડવાણી અને કોંગ્રેસમાંથી માણસાના વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલને ચૂંટણી લડી હતી. જેમાં સુરેશ પટેલની અઢી લાખ કરતા વધુ મતોથી હાર થઈ હતી. હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસમાંથી હાલમાં એક જ નામ ચાલી રહ્યું છે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડોક્ટર સી.જે.ચાવડા આ બેઠક ઉપર પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અમદાવાદના ડોક્ટર જીતુ પટેલનું નામ પણ આ બેઠક ઉપર ચાલી રહ્યું છે.

Last Updated : Mar 16, 2019, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details