ગુજરાત

gujarat

ETV Bharat / state

કિસાનસંઘ ખેડૂતોના શોષણ વિરૂદ્ધ લડાઈ લડશે: વિઠ્ઠલ દુધાત - gujarati news

ગાંધીનગર: ગુજરાતના કિસાનો પર પેપ્સિકો કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇને ભારતીય કિસાન સંઘ કંપની સામે લાલઘૂમ થઇ ગયો હતો. કિસાનોના પક્ષમાં આંદોલન કરવા તૈયાર હતું. પેપ્સિકો કંપની દ્વારા ખેડૂતો સામે ફરિયાદ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે, ભારતીય કિસાન સંઘ દ્વારા તેને આવકારવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : May 3, 2019, 3:19 AM IST

કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુધાતે કહ્યું કે, ખેડૂતોનુ અહીત થશે ત્યાં કિસાન સંઘ લડાઈ લડશે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલે દુધાતે જણાવ્યું કે, પેપ્સીકો કંપની મુદ્દે 12મી મે એ સુનાવણી થવાની છે. તે પહેલા કંપની દ્વારા સમાધાનની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. જ્યારે ભારતીય કિસાન સંઘ અને અન્ય સંગઠન સાથે મળીને મલ્ટીનેશનલ કંપનીઓ ભવિષ્યમાં ખેડૂતોના હક બીજા ન જમાવે અને શોષણ ના કરે તે માટે આગામી સમયમાં લડત લડવામાં આવશે.

કિસાનસંઘ ખેડૂતોના શોષણ સામે લડાઈ લડશે

આગામી સમયમાં કપાસનું બિયારણ અને તેની આ કાયદા હેઠળ રોયલ્ટી શોષણ થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે, પરંતુ તે બાબતે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details