ગુજરાત

gujarat

ETV Bharat / state

લલિત વસોયાનો ભાજપ પર રેતી ચોરીનો આક્ષેપ, કહ્યું- 'સાબિત ન કરી શક્યો તો રાજીનામું આપી દઈશ'

ગાંધીનગરઃ સરકારમાં વખત ધરાવતા લોકો ખનીજ ચોરી કરીને કરોડપતિ થઈ ગયા છે. ત્યારે આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ગૃહમાં સવાલ ઉઠાવ્યો હતો. સિંચાઇ માટેની કાપ દરખાસ્તમાં આજે કોંગ્રેસ તરફથી મને બોલવા દેવામાં આવ્યો હતો. આ ભાજ્પની સરકાર સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કેનાલ મારફતે જે સિંચાઇના આંકડાઓ આપે છે, તે સિંચાઇના આંકડાઓ વાસ્તવિકતાથી ખુબ જ દૂર છે. તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું.

લલિત વસોયાનો ભાજપ પર ખનીજ ચોરીનો આક્ષેપ, 'સાબિત ન કરી શક્યો તો રાજીનામું આપી દઈશ'

By

Published : Jul 16, 2019, 2:31 PM IST

આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની અંદર જે ચેકડેમો છે, તે ચેકડેમો છેલ્લા ત્રણ વર્ષથી રીપેર કરવામાં આવ્યા નથી કે નવા બનાવવામાં આવ્યા નથી. ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે પણ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાંય આ સરકારને જળ સિંચાઇની સરકારને જળ સિંચાઇની જળસંચયમાં જરા પણ રસ ન હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.

લલિત વસોયાનો ભાજપ પર ખનીજ ચોરીનો આક્ષેપ, 'સાબિત ન કરી શક્યો તો રાજીનામું આપી દઈશ'

વધુમાં જણાવ્યું હતું કે, મારા વિસ્તારમા જે સિંચાઈ માટેના ભાદર-2 ડેમના પાયામાંથી રેતી ચોરી કરવામાં આવે છે. ભાદર નદીની અંદર ઘણા એવા ચેકડેમો છે, જે બિનકાયદેસર રેતી ચોરીને કારણે તૂટી ગયા છે. તેના માટે ભારતીય જનતા પાર્ટીના લોકોનું પ્રતિનિધિમંડળ પણ સરકારમાં રજૂ કરવા આવ્યું છે, છતાં આજદિન સુધી આ રીતે ચોરો સામે કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી.

વિધાનસભાના અધ્યક્ષની મંજૂરી લલિત વસોયાએ કહ્યું કે, રેતી ચોરીનો મને વીડિયો બતાવવામાં આવે. જો આ ખનીજચોરી હું સાબિત ન કરી શકું તો ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા પણ હું તૈયાર છું. મને સો ટકા વિશ્વાસ છે કે, આ સરકાર આ રેતી ચોરી સામે કોઈપણ પ્રકારના પગલાં લેશે નહીં. કેમ કે તેના જ લોકો આ રેતી ચોરી કરી રહ્યા છે. મુખ્યપ્રધાન અને સૌરભભાઈ પટેલને વીડિયો બતાવવાનો છું અને ત્યાંથી મને હકારાત્મક જવાબ મળ્યા પછી હું વીડિયો મીડિયા સમક્ષ રજૂ કરવાનો છુ.

ભાદરના કમાન્ડ એરિયા કરતા ખૂબ ઓછું પાણી સિંચાઈ માટે અપાઇ રહ્યું હોવાની વિગત આપતા લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ભાદર એક કે જે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ છે, આ ડેમની અંદર 22 હજાર હેક્ટર જગ્યા તેના કમાન્ડ એરિયાની અંદર આવે છે. પરંતુ અત્યાર સુધીમાં 14500 હેક્ટરથી વધારે જમીનમાં કોઈ દિવસ સિંચાઈ થઈ નથી. ભાદર-2 ડેમની અંદર 9965 હેકટર જગ્યા કમાન્ડ એરિયાની અંદર આવે છે. નબળા વરસાદની અંદર પણ ભાદરડેમ પૂરતો ભરાઈ જાય છે. છતાં ખેડૂતોને સિંચાઈ માટે માટે આજની તારીખમાં 990 હેક્ટરથી વધારે જગ્યામાં ખેડૂતોને પાણી પિયત માટે આપી શકાતું નથી.

ABOUT THE AUTHOR

...view details