ગુજરાત

gujarat

ETV Bharat / state

માનસરોવર યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ, જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન - GNR

ગાંધીનગર: દર વર્ષે ભારત સરકાર દ્વારા કૈલાસ માનસરોવરની યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ઇચ્છુક યાત્રિકોને ભારત સરકાર દ્વારા આ યાત્રાનો લાભ આપવામાં આવતો હોય છે. વર્ષ-2019ની કૈલાસ માનસરોવર યાત્રા પર જવા માગતા યાત્રિકો માટે ભારત સરકારની વેબ સાઇટ https://kmy.gov.in પર ઑનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

કૈલાશ માનસરોવર

By

Published : Apr 3, 2019, 6:51 PM IST

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2019 નક્કી કરવામાં આવી છે.

કૈલાશ માનસરોવર, ફાઇલ વિઝ્યુઅલ

કૈલાસ માનસરોવર યાત્રા જુદા-જુદા બે રૂટ પરથી કરી શકાય છે. જે નીચે મુજબ છે,

  • લીપુલેખ પાસ ઉત્તરાખંડ, જેની પ્રથમ બેચ તારીખ 08/06/2019અને 18મી છેલ્લી બેચ તારીખ 15/08/2019ના રોજ રવાના થશે. જેમાં કુલ ૨૪ દિવસનો પ્રવાસ છે. આ રૂટ પર આશરે રૂપિયા 1,80,000 રૂપિયાનો ખર્ચ થાય છે.
  • બીજો રૂટ વાયા નાથુલા પાસ સિક્કીમ થઇને જઇ શકાય છે. જેની પ્રથમ બેચ તારીખ 11/06/2019 અને છેલ્લી 10મી બેચ તારીખ 03/08/2019ના રોજ રવાના થશે.જેમાં કુલ 21 દિવસનો પ્રવાસ છે. આ રૂટ પર આશરે રૂપિયા 2,50,000 રૂપિયાનો ખર્ચ થાય છે.
  • આ યાત્રા માટે થનારા ખર્ચની સંપૂર્ણ વિગત અને અન્ય તમામ વિગત ભારત સરકારની વેબ સાઇટ https://kmy.gov.in પર સરળતાથી મેળવી શકાય છે.
  • આ અંગે વધુ વિગતો કે માહિતીની જરૂર હોય તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની https://yatradham.gujarat.gov.in/ સાઇટ પર જોઇ શકાશે.

ABOUT THE AUTHOR

...view details