ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના પૂર્વ IPS ડી.જી.વણઝારા સહિત સમાજે ધુળેટીનું પર્વ મનાવ્યું - gandhinagar

ગાંધીનગરઃ દેશભરમાં આજે રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના પૂર્વ IPS ડી.જી વણઝારાના ભાઈના સેક્ટર 1 સ્થિત નિવાસ્થાને ગુરુવારે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વણઝારા સમાજ દ્વારા પરંપરાગત રીતે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ ઉજવણીમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને કરણી સેના પ્રમુખ રાજ શેખાવત પણ હાજર રહ્યા હતા અને તલવાર અને પરંપરાગત રીતે કલરોથી ધુળેટીનું પર્વ ઉજવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Mar 22, 2019, 2:13 AM IST

રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન અને પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ કહ્યું હતું કે, પાનખર પુરી થઈ છે અને નવી પર્ણ ફૂટી છે. કેસરિયો લહેરાવ્યો છે. સાબરકાંઠાના વણજારા સમાજ દ્વારા દર વર્ષે ઉજવે ધુળેટી મનાવે છે. દેશસમૃદ્ધ થાય તેવી શુભકામના પાઠવું છુ અને સમર્ગ દેશમાં ધુળેટીના દિવસે આગામી સમયમાં કેસરિયો લહેરાય તેવી મારી શુભકામનાઓ છે. સામાન્ય રીતે હથિયારો દુરાચાર લોકોને ખતમ કરવા માટે હોય છે અને દેશની સુરક્ષા કરવા માટે હોય છે.

વણઝારા સમાજ દ્વારા ધુળેટીના પર્વને લઇને પરંપરાગત રીતેરંગોની છોળો ઉડાડી ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે વણઝારા બંધુઓ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણીનું ભવ્ય આયોજન કરાય છે, ત્યારેગુજરાતી તેમની પરંપરાગતસંસ્કૃતિ ધુળેટીના દિવસે લાકડી લઈને મારવાનીપ્રથા જોવા મળી હતી પૂર્વ IPSડી. જી. વણજારા કહ્યું હતું કે, વણજારા સમાજ રાજપૂત સમાજ છે અને તેની પરંપરાગત હજુ પણ ચાલુ રાખવામાં આવી રહી છે. હોળીનો તહેવાર વીર રસ છે અને શૃંગાર રસ છે. વણજારા સમાજ દ્વારા સ્વચ્છ કપડાં પહેરીને ઉજવવામાં આવે છે. વણજારા સમાજ એવો સમાજ છે કે બ્રહ્મ સમાજથી લઈને વાલ્મિકી સમાજને સાથે લઈને ચાલે છે.

પૂર્વ IPSના ઘરે ધુળેટીની ઉજવણી

ઉલ્લેખનીય છે કે, આજે ધુળેટીના પર્વે રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા ધુળેટી મનાવવા આવતા હતા. જ્યારે ગત વર્ષે પુર્વ પ્રધાન શંકર ચૌધરી ધુળેટી મનાવવા પહોંચ્યા હતા. જ્યાં તેમને તલવારબાજ ઉપર હાથ અજમાવ્યો હતો અને ડી.જી.વણઝારા શંકર ચૌધરીએ 45 મિનિટ સુધી તલવારબાજી કરીને ઉપસ્થિત સહુ કોઈને દંગ કરી દીધા હતા.

ABOUT THE AUTHOR

...view details