દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના પગલાંઓ અને કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવશે અને બે મહિનામાં તેનો અહેવાલ આપશે
ખેડૂતોની આવક બમણી કરવા નીતિ આયોગની બેઠક, રૂપાણી આજે દિલ્હીમાં
ગાંધીનગર: દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રથમ બેઠકમાં ગુજરાતના CM વિજય રૂપાણી સહિત 7 રાજ્યોના CM ઉપસ્થિત રહેશે.
ખેડૂતોની આવક બમણી કરવા નીતિ આયોગની બેઠક
આ બેઠક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કન્વીનર પદે રચાયેલી આ હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, યુ.પી.ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથજી, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ અને કર્ણાટકના કુમારા સ્વામીનો સમાવેશ કરવામાં આવેલો છે.
આ બેઠકમાં CM રૂપાણી સાથે મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન તેમજ કૃષિના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ ઉપસ્થિત રહેશે.
Last Updated : Jul 18, 2019, 11:47 AM IST