આ અંગે હાર્દિકે કહ્યુ કે, જો કોઈ સમસ્યા નહી આવે તો હું આગામી લોકસભાની ચૂંટણીમાં જામનગર બેઠક પરથી લડીશ.
હાર્દિકની ઔપચારિક જાહેરાત, જામનગરથી ચૂંટણી લડશે - national news
ન્યૂઝ ડેસ્કઃ પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલ આગામી 12 માર્ચે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠકમાં ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાઈ જશે. ત્યાર બાદ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ફોટો
આ તકે હાર્દિકે કહ્યુ કે, મેં કોંગ્રેસના ઈતિહાસને સમજી અને જાણીને પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. હું લોકોના હિત, ખેડૂતો અને યુવાનોની સમસ્યાઓને દૂર કરવા માટે અને તેમના કામ કરવા માટે કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છુ.
હાર્દિક પટેલ આગામી 12 માર્ચે કોંગ્રેસ કમીટી બેઠકમાં રાહુલ ગાંધી અને સીનિયર નેતાઓ તથા કાર્યકર્તાઓની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થશે.