મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું કે, “હું જ્યારે નાની હતી ત્યારે તેમને પ્રથમ વખત મળી હતી. ત્યારે મેં શાળામાં એક ગીત ગાયું હતું, ત્યારે તેમણે મને 250 રૂપિયા ઈનામ સ્વરૂપે આપ્યા હતા અને મને સંગીતનો અભ્યાસ ચાલુ રાખવા માટે કહ્યું હતું.”
ગુજરાતી લોકગાયિકા ગીતા રબારીએ PM મોદી સાથે કરી મુલાકાત - Gujarati news
નવી દિલ્હીઃ પ્રખ્યાત ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે મોદીજી માટે એક ગીત પણ ગાયું છે.
![ગુજરાતી લોકગાયિકા ગીતા રબારીએ PM મોદી સાથે કરી મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3780193-thumbnail-3x2-hdhf.jpg)
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, “અમે માલધારી પ્રજા હોવાથી જંગલમાંથી આવીએ છીએ. મારા પિતાને 'બેટી બચાવો, બેટી પઢાઓ' પોસ્ટકાર્ડ મળ્યું ત્યાર બાદ તેમણે મને શાળામાં ભણાવવા માટે મોકલી હતી.”
ગીતા રબારી જેવા લોકો આપણા સમાજ માટે પ્રેરણરૂપ છે. તેઓ એક નમ્ર પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા છે, તેણીએ પોતાના સંગીત શોખને આગળ વધારવા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. હું તેણીએ યુવાનોમાં ગુજરાતી લોક સંગીતને લોકપ્રિય બનાવવા માટે જે પ્રયાસો કર્યા છે તેનાથી ખૂબ જ પ્રભાવિત છું .તેમના ભવિષ્યના પ્રયત્નો માટે હું શુભેચ્છાઓ પાઠવું છું.