ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો રાજ્ય સરકાર વનરાજા માટે કેટલા કરોડ વાપરશે... - GDR

ગાંધીનગરઃરાજ્યમાં છેલ્લા કેટલાય વખતથી સિંહોના મોતનો સિલસિલો ચાલી રહ્યો છે. સિંહોના ઉપરાછાપરી મોતથી સરકાર સામે માછલા ધોવાય રહ્યા છે. બીજી બાજુ સરકાર પણ સિંહોના મોતના કારણે ચિંતાતુર છે.જેથી રાજ્ય સરકારે સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રૂપિયા 350 કરોડનું પેકેજ તૈયાર કર્યુ છે.આ પેકેજની બધી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા વન વિભાગના અધિકારીઓને સુચના પણ આપવામાં આવી છે.

આંકડો જાણીને ચોંકી જશો, રાજ્ય સરકાર વનરાજા માટે વાપરશે આટલા કરોડ!

By

Published : Jun 12, 2019, 2:32 AM IST

જુનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહ સદનમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં વન પ્રધાન ગણપત વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.સાવજ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે.સિંહ અને સાસણ ગીર અભયારણ્ય ગુજરાત પ્રવાસનનું મુખ્ય આકર્ષણ છે. દેશ,વિદેશમાંથી મોટી સંખ્યામાં આવતા પર્યટકો વધુમાં વધુ સિંહ દર્શન કરી શકે તે માટે દેવળીયા પાર્ક અને આંબરડીમાં યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા વન વિભાગને સુચન કરવામાં આવ્યુ છે.

સાસણ સ્થિત વનવિભાગ હસ્તકના સિંહસદનને પણ અદ્યતન સુવિધાયુક્ત બનાવીને પ્રવાસીઓને આકર્ષી શકે તેવું બનાવવા સુચનો કરાઇછે. ગીરના વન અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલ, ડીઝલ વાહનની જગ્યાએ ટુરીસ્ટ માટે ઇલેક્ટ્રીકથી ચાલતા વાહનોની પણ વ્યવસ્થા થાય તેવો અનુરોધ કરાયો છે. ગીર વન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન અટકે તે માટે પણ સઘન પગલા લેવાં વન અધિકારીઓને સૂચનાઓ અપાઈ છે.

આ બેઠકમાં વન વિભાગ દ્વારા મુખ્યપ્રધાન સમક્ષ રૂપિયા 350 કરોડના લાયન પેકેજ અંતર્ગત થયેલી કામગીરીનું પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. લાયન પેકેજની વિવિધ અગત્યની લાયન હોસ્પીટલ, સિંહો માટે સઘન સારવાર કેન્દ્ર, સિંહો માટે અન્વેષણ, સંશોધન અને નિદાન કેન્દ્ર, ડ્રોનથી નિગરાની, રેડીયો કોલરથી નિગરાની, વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે આધુનિક લાયન એમ્બ્યુલન્સ વાન, સિંહો માટે કોરેન્ટાઇન સેન્ટર, શેત્રુન્જી ડીવીઝનની રચના, લાયન કન્ઝર્વેશન એક્ટીવીટી સાથે સંકળાયેલ સ્ટાફની તાલીમ, રેસ્ક્યુ સેન્ટરનું સુદ્રઢીકરણ, એનીમલ એક્ચેન્જ, વેટરનરી કેડરની સ્થાપના, આઇ.સી.યુ. સારવાર કેન્દ્ર, રસીકરણ, વગેરેની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

ABOUT THE AUTHOR

...view details