ગુજરાત

gujarat

ETV Bharat / state

કુદરતી આપત્તી સામે રાજ્ય સરકાર સજ્જ, પ્લાનિંગ અંગે મળી બેઠક - Natural Disaster

ગાંધીનગર: રાજ્યમાં આગામી ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ, પૂર, ચક્રવાત જેવી સંભવિત આપત્તિ અંગેની પૂર્વ તૈયારી અને સજ્જતા સંદર્ભે મુખ્ય સચિવ જે.એન.સિંઘના અધ્યક્ષ સ્થાને રાજ્ય વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોઈ કુદરતી આપત્તિ આવે તો વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અને તેના અમલીકરણ સંદર્ભે વિશેષ ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.

Gandhinagar

By

Published : May 16, 2019, 12:35 AM IST

આ બેઠક અંગે મુખ્ય સચિવ જે.એમ સિંઘે જણાવ્યું હતું કે, આપત્તિ સામેની સજ્જતા જ આપત્તિ સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આપત્તિ સામે આગોતરા આયોજન કરવાથી સંભવિત આપત્તિ દ્વારા થતા નુકસાનને હળવું કરી અથવા તો ટાળી શકાય તેમ છે. વધુમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે ચોમાસા દરમિયાન જીવન જરૂરિયાતની વિવિધ ચીજ-વસ્તુઓના પુરવઠાની જાળવણી કરવા ઉપર ભાર મૂક્યો હતો.

કુદરતી આફત સામે તંત્ર સજ્જ

તો આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આયોજન કરશે. જ્યારે ભારતીય હવામાન ખાતાના ડિરેક્ટર જયંત સરકાર અલનીનો અને ઈન્ડિયન ઓસન ડાયપોલ સિસ્ટમની ચોમાસા પર થતી અસર અંગે વાત કરતા સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ઇસરો દ્વારા સેટેલાઈટ ટૅકનોલોજીનો ઉપયોગ NDRF દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા, આર્મીની ત્રણેય પાંખ ઉપરાંત ટેલિફોન, રેલવે, S.T જેવા વિભાગો દ્વારા કૉમ્યુનિકેશન સુવિધાની જાળવણી તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સજ્જતા અને સંકલન વિશે વિશેષ ધ્યાન પણ અપાયું હતું. તો આ સાથે જ પોલીસની મદદ કઇ રીતે લઈ શકાય તે અંગે પણ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details