- માનવીય સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) ઇંટો અને રાહતસામગ્રી નક્કી કરેલા જહાજો પર ચઢાવી દેવામાં આવી છે તથા ટૂંકી નોટિસમાં સૈન્યને તૈનાત થવા માટે સજ્જ છે.
- દરિયામાં ભારતીય નૌકાદળનાં જહાજો અને નિયમિત ઉડાન પર નીકળેલા વિમાન/હેલિકોપ્ટરોને દરિયામાં કાર્યરત માછીમારીનાં જહાજોને જાણકારી આપવાની અને તેમને દરિયાકિનારે પરત ફરવાની સલાહ આપવાની સૂચના આપવામાં આવી છે.
- ભારતીય નૌકાદળની ડાઇવિંગ અને રેસ્ક્યુ ટીમો તથા રાહત સામગ્રીઓને સિવિલ ઓથોરિટીને જરૂર મુજબ સહાય માટે તૈયાર રાખવામાં આવી છે.
- 47 જેટલી NDRF ની ટીમો ફાળવી દેવાઇ છે. જે 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઇ છે.
- કલેક્ટર, DDO તેમજ પોલીસ દ્વારા પૂર ઝડપે કામગીરી કરવામાં આવી રહી છે.
- મુખ્ય કન્ટ્રોલ રૂમમાં 14 સીનિયર IAS અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
- કચ્છના દરિયાઈ વિસ્તારોમાં અગમચેતીના પગલે NDRFની ટીમો કાર્યરત કરવામાં આવી રહી છે.
- ‘વાયુ’ વાવાઝોડાના પગલે વહીવટીતંત્ર દ્વારા ફાયર ટીમને તૈનાત કરવામાં આવી છે.
- ‘વાયુ’ વાવાઝોડાને લઈને ફૂડપેકેટ સહિતની વસ્તુઓ પહોંચાડવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
- ઉપરાંત બચાવ માટે આર્મી અને BSFને પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
- કચ્છમાં ‘વાયુ’ વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને રાખી કંટ્રોલરૂમ શરુ કરાયો છે.
- ફીશરીઝ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે જેના નં.૦૨૮૩૨ -૨૫૩૭૮૫- ૨૫૨૩૪૭- ફેક્ષ-૨૨૪૧૫૦ -મોબાઇલ નં.૯૯૧૩૯ ૧૯૮૭૫ ઉપરાંત તેનાં ડીઝાસ્ટર કંટ્રોલરૂમના નં.૦૨૮૩૨- ૧૦૭૭(ટોલ ફ્રી) ઉપર જરૂર પડે સંપર્ક સાધવા જણાવાયું છે.
- નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ નં.૦૨૮૩૨- ૨૩૦૬૦૪ ચોવીસ કલાક શરૂ કરી દેવામાં આવ્યાં સાથે મદદરૂપ થવા માટે વોર્ડન સર્વિસના સભ્યોને એલર્ટ રહેવા પણ જણાવી દેવામાં આવ્યું છે.
- વાયુ વાવાઝોડાને ખતરાને ધ્યાને રાખી જિલ્લા ફાયર ટિમ લાઈફ જેકેટ, બોટ, જનરેટર, રેસ્ક્યુના સાધનો, ઝાડ કાપવાના ચેઇન શોની ચકાસણી કરવામાં આવી છે.
- મુંબઈમાં ઇન્ડિયન નેવી હૉસ્પિટલમાં તબીબી ટીમો અને સુવિધાઓને આકસ્મિક મેડિકલ સહાય માટે તૈનાત રાખવામાં આવી છે.
- P8I અને IL વિમાનને જરૂર મુજબ SAR અભિયાનો હાથ ધરવા તૈનાત રાખવામાં આવ્યાં છે.
- મુખ્યાલયો, ઑફશોર ડિફેન્સ એન્ડ એડવાઇઝરી ગ્રૂપે દરિયાકિનારાં તમામ પ્લેટફોર્મને ચક્રવાત “વાયુ” પર એડવાઇઝરી જાહેર કરી છે.
ગુજરાત...હવે ડરવાની જરુર નથી, વાવાઝોડું ફંટાયું... - alert
ન્યૂઝ ડેસ્ક: વાયુ વાવાઝોડાને પગલે સમગ્ર તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે ગુજરાતને હવે ડરવાની જરુર નથી. કારણ કે..વાવાઝોડું ફંટાયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ગુજરાતના તમામ વિભાગો હાલ એક્શનમાં આવી ગયા છે. સુરક્ષા તથા બચાવ માટે જ્યારથી આગાહી થઈ રહી છે ત્યારથી ગુજરાત સરકાર અને બચાવ ટુકડીઓ ખડે પગે થઈ ગઈ છે. લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની તૈયારી હોય કે પછી રાહત કાર્ય પૂરુ પાડવું આ તમામ માટે સરકારે યોગ્ય વ્યવસ્થા કરી રાખી આવાનારી આફતને પહોંચી વળવા સજ્જ છે.
વાયુ વાવાઝોડું
Last Updated : Jun 13, 2019, 8:51 AM IST