ગીતા પટેલે કહ્યું કે, ચાર વર્ષથી હું ડર્યા વિના રંગા બીલા સામે લડી રહી છું. આપણે આપણા ખેતરમાં આવીને ખાવું છે. આપણા ઘરે કયો બાપ આપીને જાય છે, તો આપણે ડરવું પડે. રાજનીતિમાં મારા અનુભવ ખૂબ જ ઓછા છે, પરંતું હુ તમારા હક માટે લડીશ. વટવા વિસ્તારમાં રાહુ છું, ગામમા પીયરીયું અને ગામમાં સાસરીયું છે. શિક્ષક અને આરોગ્ય ખૂબ જ મોંઘું થઈ ગયું છે. સામાન્ય સંજોગોમાં કોઈને હાર્ટ એટેક આવે તો પણ બેથી ત્રણ લાખ રૂપિયા જમા કરાવવા પડે છે.
હું રાજકારણમાં આવી છું, મારાથી કંઈ બોલાઈ જાય તો માફ કરજો: ગીતા પટેલ - gandhinagar
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી નેતા બનેલા ગીતા પટેલને કોંગ્રેસ અમદાવાદ પૂર્વથી ટિકિટ આપી છે, ત્યારે ગીતા પટેલ આજે દહેગામમાં સભા સંબોધવા પહોંચ્યા હતા. જ્યાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજનીતિમાં પગ મુકી રાહી છું, ત્યારે મારાથી કાઈ બોલાઈ જવાય તો માફ કરજો. પાટીદાર સમાજે તન, મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીનો ઉછેર કર્યો છે. પાટીદાર સમાજે પોતાના હકની વાત કરી એટલે તેમણે ધોકાવ્યાં છે. એમની સભામાં કેમ ખુરશીઓ ખાલી રહે છે કારણકે, આયોજન કરનાર પાટીદાર સમાજ હતો. બધાને ખબર હશે કે કામની અંદર પૈસાવાળો વ્યક્તિ હોય તો દબાવી દેવાનો. હું ચાર વર્ષથી આંદોલન કરૂ છું, મને ખબર છે.
તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના 2014, 2017 અને 2019માં એક જ મુદ્દાઓ છે. તે લોકોને મૂર્ખ બનાવી રહી છે. 2014મા રામ મંદિરનો મુદ્દો હતો. ઘરે ઘરે આવીને ઈતો ઉગરવી ગયા હતા. અત્યાર સુધી પોતાના રોટલા શેકવા માટે આ લોકો આપણો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, બોર્ડર ઉપર સૈનિકો મરી ગયા છે. જેના ઉપર રાજનીતિ કરી રહ્યા છે. સૈનિકો શહીદ થઈ ગયા છે તેમની વિધવાને મળવાનો સમય નથી, તમારી પાસે બે શબ્દો સાંત્વના આપવા માટે પણ નથી. તમારી આંખમાં બે આંસુ નથી આવતા ત્યારે તેના નામે રાજનીતિ કરો છો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. માત્રને માત્ર આ દેશમાં જેમના હપ્તા જાય છે, તેવા બિઝનેસમેન જ ખુશ છે. એક રૂપિયાના ટોકન ઉપર તેમને કરોડો રૂપિયાની જમીન જમીનો મફતમાં આપી દેવામાં આવે છે. આલીયા માલ્યાને જમાલીયા લઈને જતા રહે છે અને આપણે આ મજૂરી કરીને મરી જઈએ છીએ. રાત-દિવસ મજૂરી કરીને સરકારમાં જે જીએસટી જાય છે, તેનો આપણે હિસાબ માગવાનો છે.