દહેગામ તાલુકાની બહિયલ આઉટ પોસ્ટમાં આવતા કોદ્રાલી ગામની કોતરોમાંથી યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકેલો મૃતદેહ જોવા મળ્યો હતો. ગામના એક યુવકે લાશ જોતા ગામ લોકોને ઘટનાની જાણકારી આપી હતી.ત્યારબાદ પોલીસ ને જાણ કરતા બહિયલ બીટના પોલીસ કે.વી ઠાકોર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચ્ચી હતી. યુવકનું ગામ દસક્રોઈ તાલુકાના પાસુંજ ગામનું હોવાનુ સામે આવ્યુ હતુ.
દહેગામના કોદરાલીમાંથી અસ્થિર મગજના યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો - GDR
ગાંધીનગર :દહેગામ તાલુકાના કોદરાલી ગામમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવયો છે. એક યુવકની નજર લટકતા આ મૃતદેહ પર પડતાં તેમને ગ્રામજનોને જણાવ્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવક અસ્થિર મગજનો હતો.
![દહેગામના કોદરાલીમાંથી અસ્થિર મગજના યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3757114-thumbnail-3x2-gdr.jpg)
ગાંધીનગરના કોદરાલીમાંથી મળી યુવકની લાશ
ગાંધીનગરના કોદરાલીમાંથી યુવકની લાશ મળી
હત્યાની શંકા સેવાતા F.S.Lની ટીમને પણ સ્થળ પર પહોચી હતી. તપાસ બાદ યુવકની લાશને દહેગામ સી.એચ સી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. બહિયલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.