તબીબોએ માંગ કરી હતી કે જીવ બચાવનારનો જીવ લેવાની કોશિશ થઈ રહી છે. ત્યારે અમારી સલામતીને લઈને યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે.
ગાંધીનગર મેડીકલ કોલેજના ડોક્ટર્સની હડતાળ, ઈમરજન્સી સેવા ચાલુ - Gandhinagar News
ગાંધીનગરઃ પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ ઉપર થયેલા હુમલાને લઈને હવે આ મામલો સમગ્ર દેશમાં ઉગ્ર બન્યો છે. તબીબો દ્વારા પોતાની સુરક્ષાને લઈને હવે આંદોલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા આજે દેશભરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. તબીબો કામગીરીથી અળગા રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર મેડીકલ કોલેજના તબીબોએ દ્વારા હડતાલ પાડીને આંદોલનમાં ટેકો જાહેર કર્યો હતો.
ગાંધીનગર સિવિલમાં ઈન્ટર ડોક્ટર્સ તરીકે ફરજ બજાવતા ડોક્ટર જયદીપ કાછડીયા કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં તબીબો ઉપર હુમલા કરવામાં આવ્યા છે. તેને લઈને સમગ્ર દેશમાં આજે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી છે. ડોક્ટર્સ દ્વારા દર્દીઓનો જીવ બચાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે ડોક્ટર્સનો જીવ લેવાની કોશિશ કરવામાં આવી છે.
ડોક્ટર્સની માંગ છે કે ડોક્ટર્સને સુરક્ષા પૂરી પાડવામાં આવે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓની સાથે માત્ર બે વ્યક્તિ જ રાખવામાં આવે દર્દીઓ સાથે એક કરતાં વધુ લોકો આવતા હોવાના કારણે ડોક્ટર્સને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક ડોક્ટર્સ સાથે મારામારીના કિસ્સા પણ બનતા હોય છે. ત્યારે આ પ્રકારના કિસ્સા ન બને તે માટે અમારી માંગણી છે કે, ડોક્ટર્સને કડક સુરક્ષા પૂરી પાડવામાં આવે. જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે.