ગુજરાત

gujarat

ETV Bharat / state

તબીબો વિના વેરાન બનેલી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેવી રીતે પુનઃ હરિયાળી બની, જાણો વિગત

ગાંધીનગરઃ GMERS સંચાલીત વડનગર, ગોત્રી, પાટણ, સોલા, જુનાગઢ, હિંમતનગર, વલસાડ અને ધારપુર જેવી 8 મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા 77 તબીબોની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાંથી 25 તબીબોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા છે.

ગાંધીનગર

By

Published : Jun 23, 2019, 5:44 AM IST

એમસીઆઈ દ્વારા વડનગર અને હિંમતનગર કોલેજમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તે પહેલા ગાંધીનગરથી તબીબોની હાજરી બતાવવા માટે બદલી કરવામાં આવી હતી. જેથી હોસ્પિટલ જુના તબીબો વિના વેરાન બની ગઈ હતી, પરંતુ હવે પુનઃ તબીબો અલગ અલગ વોર્ડમાં પરત આવતા હરિયાળી બની જશે.

8 મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા 77 તબીબોની સાગમટે બદલી

રાજ્યમાં આરોગ્યની સેવાઓ છેવાડાના માનવીને મળી રહી છે, તેવું બતાવવા માટે સરકાર દ્વારા મેડિકલ કોલેજ ઊભી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આ કોલેજોમાં પૂરતો સ્ટાફ ભરવામાં આવ્યો નથી. પરિણામે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કોલેજમાં આવતા ઇન્સ્પેકશનને લઈને બદલી કરવામાં આવતી હોય છે. એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ તબીબોને મૂકી દેવામાં આવે છે. જ્યાં કામગીરી ચાલુ હોય તે કામગીરીઓમાં બદલીઓ કરીને ખલેલ પહોંચાડવામાં આવે છે. પરિણામે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

થોડા સમય પહેલા વડનગર અને હિંમતનગર મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન સમયે તબીબોની બદલીઓ કરી દેવામાં આવી હતી. જેને લઇને ગાંધીનગર સિવિલમાંથી પણ મોટાભાગના જૂના અને જાણીતા તબીબોને અન્ય કોલેજોમાં મૂકી દેવાયા હતા. પરિણામે હોસ્પિટલ તબીબો વિના ખાલી થઈ ગઈ હતી. હવે મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, ઓપ્થએલ સહિતના વિભાગોમાં જાણીતા ડોક્ટરની બદલી કરાતા પુનઃ ગાંધીનગર આવી ગયા છે. ત્યારે હવે દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ નવા અને શીખાઉ તબીબો પાસે નહીં, પરંતુ જુના અને જાણીતા તબીબો પાસેથી સારવાર મેળવી શકશે.

8 મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા 77 તબીબોની સાગમટે બદલી

GMERS દ્વારા એમસીઆઈના ઇન્સ્પેક્શન સમયે બદલી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ લાંબો સમય થઈ જતા તબીબો દ્વારા GMERSના CEO અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તેમની બદલીઓ નહિ કરવામાં આવતા તમામ તબીબો દ્વારા સામૂહિક રાજીનામા આપવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જેથી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને GMERSના અધિકારીઓને તબીબોના ઘૂંટણિયે પડવું પડ્યું હતું. જેને પરિણામે જ તબીબોની બદલીઓ કરવામાં આવી છે.

સરકાર દ્વારા મેડિકલ કોલેજની સીટો વધારવામાં આવે છે. જેની સાથે મેડિકલ કોલેજો પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કૉલેજને વિદ્યાર્થીઓ મળી રહે છે, પરિણામે સરકારની તિજોરી વિદ્યાર્થીઓની ફીથી ઉભરાઇ જાય છે, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું નથી. 77 તબીબોની બદલીઓ કરવામાં આવતા જુનાગઢ, વડનગર અને હિંમતનગરની મેડિકલ કોલેજ હવે અધ્યાપકો વિના ખાલીખમ થઈ ગઇ છે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનાર પ્રાધ્યાપક રહ્યા જ નથી.

ABOUT THE AUTHOR

...view details