ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર બેઠકના 1975 EVM સ્ટ્રોંગરૂમમાં સીલ, મુકાયો ચાંપતો બંદોબસ્ત - voting

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર જંગી મતદાન થયું છે. તમામ ઈલેકટ્રોનિક વોટિંગ મશીન ગાંધીનગર સ્થિત સરકારી કૉલેજમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં લાવી દેવામાં આવ્યા છે.

EVM મશીન સીલ કરવાની કામગીરી

By

Published : Apr 24, 2019, 3:45 PM IST

લોકસભા બેઠક પર 1975 EVM મશીન દ્વારા મતદાન થયું હતું. ત્યારે રાજકીય પાર્ટીઓના આગેવાનોની હાજરીમાં EVM સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા હતા.

EVM મશીન સીલ કરવાની કામગીરી

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ. કે. લાંગાએ કહ્યું કે, EVM ઉપર 24 કલાક નજર રાખવા માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
ત્યારે 39 CCTV કેમેરા દ્વારા કોઈપણ પ્રકારના છીંડા જોવા ન મળે તો માટે નજર રાખવામાં આવી રહી છે. જ્યારે સ્ટ્રોંગની રૂમની અંદરના વીજ કનેક્શન પણ ખોલી નાખવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details