ગુજરાત

gujarat

ETV Bharat / state

વાલીઓ સામે શિક્ષણ બોર્ડ ઝૂક્યું, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા 50-50 ગુણ પ્રમાણે લેવાશે

ગાંધીનગરઃ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા સત્રથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 80-20 માર્ક્સના ધોરણે લેવાની વિચારણા કરવામાં આવી હતી. પરંતુ આ બાબતની જાણ વાલીઓને થતાં ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય ના થાય તે હેતુથી શિક્ષણપ્રધાનથી લઇને મુખ્યપ્રધાન સુધી રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બુધવારે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આગામી વર્ષે પણ 50 ટકા MCQ અને 50 ટકા થિયરી પ્રકારના પ્રશ્નો પ્રમાણે લેવામાં આવશે.

fth

By

Published : Jun 26, 2019, 3:49 PM IST

રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં અવારનવાર ફેરફારો કરવામાં આવે છે. જેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ મુસીબતમાં મુકાઈ જાય છે. પરીક્ષા પદ્ધતિમાં અનેક ફેરફાર કરવામાં આવતા હોવાને લઇને તેની નુકસાની વિદ્યાર્થીઓએ પણ ભોગવવી પડતી હોય છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દાયકા પહેલા 100 માર્ક્સનું પ્રશ્નપત્ર કાઢવામાં આવતું હતું. ત્યારબાદ સતત પરીક્ષા પદ્ધતિમાં ફેરફારો કરવામાં આવ્યા છે. તો આગામી નવા સત્રની પરીક્ષામાં પણ શિક્ષણ બોર્ડ દ્વારા તેમાં સુધારો કરવાની વિચારણા કરવામાં આવી હતી. જેને લઇને વાલીઓને આ બાબતની ખબર પડી જતા ઉચ્ચકક્ષાએ અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. રજૂઆતોને ધ્યાનમાં લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 50 ટકાથી અને 50 ટકા MCQ પ્રકારના પ્રશ્નપત્રની પદ્ધતિ અમલ કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે.

પરિપત્ર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરવામાં આવ્યો છે કે, શૈક્ષણિક વર્ષ 2019-20થી અમલમાં આવનાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પદ્ધતિમાં પૂરતો સુધારો કરવામાં આવ્યો છે. જેમાં માર્ચ 2019ની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની જેમ જ 50% MCQ અને 50% થિયરી પ્રકારના પ્રશ્નો પ્રમાણે પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની બાબતે વાલીઓ નો વિજય થયો છે. 50-50 ટકા પદ્ધતિમાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details