ગુજરાત

gujarat

ETV Bharat / state

CJ ચાવડાની ETV સાથે વાતચીત, કહ્યું- પત્તા કાપવામાં માહેર અમિત શાહ સામે મારુ પત્તુ ચાલશે - AMIT SHAH

ગાંધીનગરઃ ગાંધીનગર લોકસભા બેઠક ઉપર આખરે કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ગાંધીનગર ઉત્તર બેઠકના વર્તમાન ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. હવે ગાંધીનગર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે તેઓ સીધા જ મેદાનમાં આવી ગયા છે. ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક તેમને જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડૉક્ટર ચાવડાએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું કે, પત્તા કાપવામાં માહિર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે મારુ પત્તુ ચાલશે.

CJ ચાવડાની ETV સાથે વાતચીત

By

Published : Apr 3, 2019, 7:10 PM IST

ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક સામે તમણે કહ્યું કે, આ સીટ ઉપરથી આખા ભારતનો ઇતિહાસ રચાશે. ઇન્દિરા ગાંધી પણ પોતાના ગઢ ઉપરથી હાર્યા હતા. અટલ બિહારી વાજપેયીને પણ આપણે હારતા જોયા છે. જ્યારે જનતાનો મૂડ બદલાય છે, ત્યારે ગઢ તૂટતા હોય છે.

CJ ચાવડાની ETV સાથે વાતચીત

ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહ અને ભાજપ જે બોલે છે, તે કરતી નથી. કોંગ્રેસ જે બોલે છે, તે કરી બતાવે છે. ભાજપના નેતાઓ જુમલાબાજી કરવામાં માહેર છે. 15 લાખ રૂપિયા આપવાની પણ વાત કરી હતી, પરંતુ તે પણ એક જુમલો પુરવાર થયો છે. ગાંધીનગર લોકસભા બેઠક ઉપર સાત વિધાનસભા મતવિસ્તાર આવે છે, ત્યારે તેમણે કહ્યું કે, અમદાવાદ વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકમાં અમે બૂથ લેવલની કામગીરી કરી રહ્યા છીએ.

વેજલપુર વિસ્તારમાં મતદારોને ભારે નારાજગી જોવા મળી રહી છે, તો ઘાટલોડિયા વિસ્તારમાં પણ અમને મળશે, જે મારા મત છે, તેને અમે મત પેટી સુધી લઈ જઈશું. ઉમેદવારીપત્ર ભરવાની લઈને કહ્યું કે, ચાર માર્ચના રોજ ગાંધીનગર પાસે આવેલા વાસણીયા મહાદેવ ખાતેથી ભોળાનાથના દર્શન કરીને ઢોલ નગારા સાથે ભવ્ય રેલી યોજી ઉમેદવારીપત્ર ભરવામાં આવશે. છેલ્લા સમયમાં નામ જાહેર કરવાને લઈને કહ્યું કે cwc માં ચર્ચા કરવામાં આવતી હતી. જ્યારે તે પહેલા જ મને કહી દેવામાં આવ્યું હતું કે, તમે પોતાની કામગીરી ચાલુ કરી દો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પાતળી સરસાઇથી પણ પોતાનો વિજય થશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details