ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્રિકેટ ખેલાડીઓ માટે ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસિએશન આવશે અસ્તિત્વમાં - Cricket News

ન્યૂઝ ડેસ્કઃ ઘણા દિવસથી ચાલી રહેલી ચર્ચાનો આખરે અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ખેલાડીઓનો સંઘ આગામી બે-ત્રણ અઠવાડીયામાં અસ્તિત્વમાં આવશે જેનું નામ ઈંડિયન ક્રિકેટર્સ એસોસિએશન હશે.

ઈંડિયન ક્રિકેટર્સ એસોસિએશન

By

Published : May 9, 2019, 10:53 AM IST

આ નામને પહેલા જ નોંધણી માટે મોકલી આપવામાં આવ્યુ છે અને બોર્ડની આગામી વાર્ષિક સામાન્ય બેઠક પહેલા અસ્તિત્વમાં આવી જશે.

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, આ વાતને લઈને બધી પ્રક્રિયા થઈ રહી હતી. આગાની દિવસોમાં ભારતીય ક્રિકેટ ખેલાડીઓનું પોતાનુ એક સંઘ હશે જે તેમના અધિકારોની વાત કરશે. આ ટીમનું ગઠન લોઢા સમિતિની ભલામણો માટે મોકલવામાં આવ્યું હતું.

કપિલ દેવ

અધિકારીએ કહ્યુ કે, આ સમિતિનું નામ ઈંડિયન ક્રકિટર્શ એસોસિએશન રાખવામાં આવ્યુ છે અને તેને નોંધણી માટે મોકલવામાં આવ્યુ છે. એક વખત તે આવી જાય ત્યારબાદ બાકીની બધી જ પ્રક્રિયા આપોઆપ થઈ જશે. BCCIની આગામી એજીએમ પહેલા અમારી પાસે ખેલાડીઓ માટે સંઘ હોવુ જરુરી છે. આ એક ઉપસમિતિ જેવુ હશે.

ખેલાડીઓના આ સંઘના કામ વિશે પૂછ્યા બાદ અધિકારીએ જણાવ્યુ કે, ખેલાડીઓના સંઘમાં બે શખ્સો ટોચની પરિષદમાં નિમિત કરવામાં આવશે. આ BCCIની તકનીકી સમિતિથી ઘણી અલગ હશે. કાર્યકારી સમિતિ માટે નામ ત્યારે સામે આવશે જ્યારે રાજ્ય સંઘ બંધારણને અપનાવશે અને ચૂંટણી કરશે. વધુમાં જણાવ્યુ કે, સંઘ બનાવવાને લઈને બધા નિર્ણયો સ્ટીયરીંગ કમિટિ દ્વારા લેવામાં આવશે. જેમાં કપિલ દેવ, ભરત રેડ્ડી, અંશુમન ગાયકવાડ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામી પણ સામેલ હશે.

તેમણે કહ્યુ કે, કાર્યકારી સમિતિમાં કેટલા સભ્યો હશે અને તેમના નામ શું હશે તે બધું ચાર સદસ્યોની સમિતિ જોશે જેને સંયોજક જી.કે. પિલ્લઈ પણ જોશે. નંદન કામથના રુપમાં તેમની પાસે કાનુની સલાહકાર પણ હશે.

ABOUT THE AUTHOR

...view details