ગુજરાત

gujarat

ETV Bharat / state

બાપુપુરામાં ભાજપે બોગસ વોટિંગ કરાવ્યું છે, આથી ફરી મતદાન કરાવવામાં આવે: સી.જે.ચાવડા - C J CHAVDA

ગાંધીનગર: લોકસભા બેઠક પર સાણંદના બાપુપુરા ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા બોગસ વોટીંગ કરાવવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ગાંધીનગરથી કોંગ્રેસના ઉમેદવાર સી.જે ચાવડાએ આ બાબતે ગુરુવારે ચૂંટણી પંચમાં રજૂઆત કરી હતી. સી.જે.ચાવડાએ કહ્યું કે, વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા બોગસ વોટીંગ કરવામાં આવી રહ્યું છે જેને લઈને ગુરુવારે ફરિયાદ કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 25, 2019, 9:18 PM IST

ગુજરાતમાં 23 એપ્રિલે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. પ્રથમ વખત રાજ્યના ઇતિહાસમાં 64.11 ટકા જેટલું જંગી મતદાન થયું છે. તેની સાથે કેટલી જગ્યાએ બોગસ વોટીંગ ની પણ ફરિયાદો ઉઠી છે.

બાપુપુરામાં ભાજપે બોગસ વોટિંગ કરાવ્યાનો આક્ષેપ સી.જે. ચાવડા કરી ફરી મતદાનની માગ

ગાંધીનગર લોકસભા બેઠક પર સમગ્ર દેશની નજર છે. ભાજપમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસમાંથી સ્થાનિક ધારાસભ્ય સી.જે.ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે સાણંદના બાપુપુરા ગામમાં ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા બોગસ વોટિંગ કરવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ બાબતે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાએ ગુરુવારે ચૂંટણીપંચમાં ફરી મતદાન કરાવવા રજૂઆત કરી હતી.

કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા કહ્યું કે, ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા સહી કરાવીને તેમના મળતિયાઓ દ્વારા વોટ ન ખાવામાં આવતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે વર્ષ 2019નું ઇલેક્શન છે જેમાં બુથમાં અધિકારીઓ સામે પોલીસ કેસ કરવામાં આવે તેવી પણ માગણી કરી હતી. જ્યારે આ બાબતો પર પુનઃ મતદાન કરવામાં આવે તેની માંગણી છે. આ બાબતના જરૂરી તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.ઇલેકશન કમિશન દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વારા ખટખટાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ બાબતે ગાંધીનગર જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે, બોગસ વોટીંગ ની ફરિયાદ મળી હતી તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે પરંતુ આ વિડિયો જૂનો હોવાની પુષ્ટિ થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details