ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભાનું સત્ર શરૂ, નીતિન પટેલ રજૂ કરશે બજેટ - Parth jani

ગાંધીનગરઃ આજથી વિધાનસભા સત્રની શરૂઆત થશે. આજે નાણા પ્રઘાન નીતિન પટેલ બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણીના કારણે રાજ્ય સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે આજે રાજ્યના નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ગુજરાત રાજ્યનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. મળતી માહિતી પ્રમાણે આવનાર સંપૂર્ણ બજેટ 2000 કરોડની આસપાસ રહેશે. નીતિન પટેલ વિધાનસભા પહોચ્યાં છે. થોડીવારમાં બજેટ રજૂ કરશે.

vidhan sabha

By

Published : Jul 1, 2019, 1:29 PM IST

Updated : Jul 2, 2019, 12:08 PM IST

આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે જ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. 21 દિવસીય ચોમાસુ સત્રમાં નવી નીતિ પ્રજાલક્ષી યોજનાઓ સાથે આ અંદાજપત્ર હોવાની વાત સામે આવી રહી છે.

આજથી વિધાનસભાનું સત્ર, નીતિન પટેલ રજૂ કરશે બજેટ

જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો સત્રના પ્રથમ દિવસે 6 શોક પ્રસ્તાવ, 2 બિલ અને રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. જ્યારે આ બજેટમાં કુલ 5 જેટલા બિલ પસાર કરવામાં આવશે. જેમાં અશાંત ધારો, ઇ-સિગારેટ, જેવા બિલ ગૃહમાં રજુ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાજ્યનું ફાયર સેફટી કાયદો, જલનીતિ કાયદામાં સુધારો કરવામાં આવશે. આમ આવનાર બજેટ પ્રજાલક્ષી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાં પ્રધાન નીતિન પટેલ મંગળવારે બજેટ રજૂ કરશે. તે દરમિયાન વિપક્ષ દ્વારા ગૃહમાં હોબાળો કરીને વિરોધ કરશે. જ્યારે અગાઉ પણ વિપક્ષ દ્વારા બજેટનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Last Updated : Jul 2, 2019, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details