આ અનોખા વિચારને મોરબી વાસીઓએ વધાવ્યો હતો. પુસ્તક પરબને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબીના ટાઉન હોલ ખાતે ‘સફરનામું’ નામથી સાહિત્ય પ્રેમીઓ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રસિદ્ધ લેખક અને પત્રકાર આશુ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
મોરબીમાં સાહિત્ય પ્રેમી માટે પુસ્તક પરબનું આયોજન - Morbi
મોરબીઃ શહેરના યુવાનોમાં વાંચનભૂખ જગાડવા માટે પુસ્તક પરબ યોજવામાં આવી રહ્યા છે. જે પુસ્તક પરબમાં વાચકો નિશુલ્ક પુસ્તકો ઘરે લઇ જઈ શકે અને જેની પાસે વધારાના પુસ્તકો હોય તે આપી શકે તેવા ઉદ્દેશથી સાહિત્ય પ્રેમી માટે આ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
સ્પોટ ફોટો
કાર્યક્રમમાં મોરબીના યુવા કવિ જળરૂપના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘આઈ લવ મી’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પધારેલા આશુ પટેલ તેમજ મોરબીના સાહિત્ય પ્રેમી યુવાનો મનન બુદ્ધદેવ, રોહન રાંકજા અને નીરવ માનસેતાએ સાહિત્યપ્રેમીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.