ગુજરાત

gujarat

ETV Bharat / state

આચાર્ય દેવવ્રત બન્યા ગુજરાતના નવા રાજ્યપાલ જ્યારે હિમાચલના રાજ્યપાલ બન્યા કલરાજ મિશ્ર - gujrati news

ન્યૂઝ ડેસ્કઃ હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગુજરાતના રાજયપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. હાલમાં જ ઓમપ્રકાશ કોહલી નિવૃત હોવાથી તેમની જગ્યા આચાર્ય દેવવ્રતે લીધી છે. તો સામે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રને જવાબદારી સોંપી છે.

આચાર્ય દેવ વ્રત  ગુજરાતના નવા ગર્વનર તરીકે નિયુક્ત

By

Published : Jul 15, 2019, 2:19 PM IST

Updated : Jul 15, 2019, 6:40 PM IST

આચાર્ય દેવવ્રત મૂળ પાનીપત જિલ્લાના વતની છે. તેમના પરિવારમાં ત્રણ બહેન છે. તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારો અને સિદ્ધાંતોથી પ્રેરિત છે. જેથી તેઓ આર્ય સમાજ સાથે જોડાયેલા છે. 1981માં ગુરુકુલ કુરુક્ષેત્રનો કાર્યભાર સંભાળ્યો હતો. 10 વિદ્યાર્થીઓથી શરુ થયેલું ગુરુકુલમાં આજે 20,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સાથે તેઓ શિમલા યુનિવર્સીટીના કુલપતિ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

હિમાચલના રાજ્યપાલ બનેલા કલરાજ મિશ્ર ભાજપના વરિષ્ઠ નેતા તથા મોદી સરકારના પ્રથમ કાર્યકાળ 2014-2019 દરમિયાન સરકારમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગનો સ્વતંત્ર કારભાર સંભાળતા હતાં. તેઓ મુળ તો ઉત્તર પ્રદેશના દેવરીયાથી ચૂંટાઈને આવ્યા હતાં જેનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા હતાં.

આપને જણાવી દઈએ કે, કલરાજ મિશ્ર રાજ્યસભામાં પણ 3 વખત સાંસદ રહી ચૂક્યા છે. વધુમાં જણાવીએ તો ગુજરાતમાંથી કાર્યકાળ પૂરો કર્યા બાદ ઓ.પી. કોહલીને કઈ જવાબદારી સોંપવામાં આવશે તેના વિશે હજૂ ખાસ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

આચાર્ય દેવવ્રતને ગુજરાતના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા.ગુજરાતના રાજ્યપાલ પદે કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલ રાજયપાલ ઓ.પી. કોહલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં વિદાયમાન આપવામાં આવ્યું હતું.

જાણો રાજ્યના પ્રથમ નાગરિક રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશે...

  • આચાર્ય દેવવ્રતનો જન્મ 18 જાન્યુઆરી 1959ના રોજ લહેરીસિંહના ઘરે હરિયાણામાં થયો હતો. તેમણે હિન્દી અને ઈતિહાસમાં માસ્ટર અને B.edની ડિગ્રીઓ મેળવેલી છે. માત્ર એટલું જ નહીં, તેઓએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપેથી(દિલ્હી)માંથી નેચરોપેથી અને યોગિક સાયન્સમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ અધ્યાપન અને વહીવટી તંત્રનો 34 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.તેઓ સમાચાર પત્રોમાં લેખ લખવામાં રૂચી ધરાવે છે. વડાપ્રધાન મોદીની "બેટી બચાવો બેટી પઢાવો" અભિયાનથી પ્રભાવિત થઇને એપ્રિલ 2015માં અમ્બાલામાં ચમન વાડિકા અંતરાષ્ટ્રીય કન્યા ગુરૂકુળની સ્થાપના કરી હતી.તેમણે યોગ તથા આયુર્વેદના પ્રચાર પ્રસારમાં મુખ્ય ભુમિકા નિભાવી છે.તો આ સાથે જ તેમણે પુસ્તકો લખવાનો પણ શોખ છે.
  • તેમણે 1981થી 2015 સુધી ગરૂકુળ કુરૂક્ષેત્રના આચાર્ય તરીકે કાર્ય કર્યું હતું. તેમણે આ ગરૂકુળમાં IIT, PMD,NDA જેવા અનેકો ઉચ્ચઅભ્યાસને સફળતા પૂર્વક શરૂ કરાવ્યા હતા. તો તેમણે ભારતીય વૈદિક મૂલ્યોના મહત્વને જણાવા તથા તેના પ્રચાર માટે અનેક વિદેશ યાત્રાઓ પણ કરી હતી.
  • ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફ્રેડશિપ સોસાયટી નવી દિલ્હી દ્વારા આયોજીત કાર્યક્રમમાં 22 ઓગસ્ટ 2003માં ભીષ્મ નારાયણ સિંહજી, તમિલનાડુના રાજ્યપાલ દ્વારા તેમને ભારત જ્યોતિ અવોર્ડ, સર્ટિફિકેટ ઓફ અક્સીલેન્સ એવોર્ડ તથા શ્રીમતી સરલા ચોરડા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમણે આવા અનેકો સમાજલક્ષી કાર્યો કર્યા હતા જે બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
  • ચારભાઈઓમાં સૌથી નાના આચાર્ય દેવવ્રતનું બાળપણનું નામ સુભાષ હતું. તેઓ સામાજિક જીવનની શરૂઆતમાં જ દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોથી પ્રભાવિત થયા અને આર્ય સમાજ સાથે જોડાયા હતા. 1981માં તેઓ સુભાષમાંથી ગુરૂકુળ(કુરુક્ષેત્ર)ના આચાર્ય દેવવ્રત બની ગયા. તે સમયે ગુરૂકુળમાં 5થી 10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાલ 15-20 હજાર વિદ્યાર્થીઓ આ ગુરૂકુળમાં અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે સાથે આચાર્ય દેવવ્રત અનેક સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહ્યા છે. તેઓ યોગ, ગૌવંશ બચાઓ, ઓર્ગેનિક કૃષિ, કન્યા કેળવણી, આયુર્વેદ અને નેચરોપેથીને પ્રોત્સાહન આપતા રહ્યા છે.
  • એક લેખક તથા સાહિત્યમાં રૂચી રાખનાર આચાર્ય દેવવ્રત દ્વારા અનેક પુસ્તકો લખવામાં આવી છે. જેમાં માસિક પત્રિકા ગુરૂકુળ દર્શન, સ્વાસ્થ્ય કા અનમોલ માર્ગ : પ્રાકૃતિક ચિકિત્સા,સ્વર્ગ કી સીઢિયા,વાલ્મીકિ કા રામ-સંવાદ, ગુરૂકુળ કુરૂક્ષેત્રનો ગૌરવશાળી ઇતિહાસ, સંરક્ષક ગુરૂકુળની વાર્ષિક સ્મારિકા જેવી અનેકો પુસ્તકો તેમના દ્વારા લખવામાં આવી છે.
  • 2015માં જ્યારે તેઓ હિમાચલપ્રદેશના રાજ્યપાલ બન્યા ત્યારે શપથગ્રહણ સમારોહની શરૂઆત પહેલા રાજભવનમાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. તેમજ તેમણે સંસ્કૃતમાં શપથ લીધા હતા.
Last Updated : Jul 15, 2019, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details