મળતી માહિતી અનુસાર ઉપલેટા તાલુકાના 60 વર્ષીય વૃદ્ધ અને 53 વર્ષીય પુરૂષ દર્દીનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બન્નેના મોત નિપજ્યા હતા. આ બંને દર્દીઓના મોતની સાથે રાજકોટમાં છેલ્લા બે માસમાં 47 દર્દીઓના સ્વાઈન ફ્લૂના કારણે મોત નોંધાયા છે.
રાજકોટમાં સ્વાઈન ફ્લુથી વધુ 2ના મોત, મૃત્યુઆંક 40ને પાર - gujaratinews
રાજકોટઃ શહેરમાં એક જ રાતમાં બે દર્દીઓના સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વધુ બે દર્દીના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયાની ઘટના સામે આવી છે.
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં હાલ સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. શહેરમા રોજ એક કરતાં વધારે દર્દીઓનું સ્વાઈન ફ્લુની સારવાર દરમિયાન મોત પણ નિપજવાની ઘટના સામે આવી રહી છે ત્યારે ગઈકાલે મોડી રાતે વધુ બે દર્દીઓના સ્વાઈન ફ્લુની સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
એક 60 વર્ષીય વૃદ્ધ અને 53 વર્ષીય પુરુષ દર્દીનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ બન્ને દર્દીઓ રાજકોટ ઉપલેટા તાલુકાના છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 1 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધીમાં 47 જેટલા દર્દીનો સ્વાઈન ફ્લના કારણે ભોગ લેવાયો છે. જ્યારે 229 જેટલા સ્વાઈન ફ્લૂના પોઝિટીવ કેસ સામે આવ્યા છે જે જોતા લાગી રહ્યું છે સરકાર વધતા જતા રોગચાળાને રોકવા અસફળ રહી છે.