બોટાદ: જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ખડે પગે હાજર છે. કોરોના વાઇરસની મહામારીના કારણે લોકોની આરોગ્ય અંગેની પૂરતી કાળજી રાખવામાં આવે છે. તેમજ ખસ ગામ બહારથી આવેલા લોકોને હોમ કોરોન્ટાઈન કર્યા છે તેની ખાસ કાળજી લેવામાં આવે છે. તેમજ અવારનવાર તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેઓને કોઇ પણ પ્રકારની તકલીફ પડે નહીં તેની ખાસ કાળજી લેવામાં પણ આવે છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામે આરોગ્ય અધિકારીઓની સરાહનીય કામગીરી - latest news in botad
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામે ફરજ બજાવતા આરોગ્ય અધિકારીઓ દ્વારા હોમ કોરોન્ટાઈન કરેલા વ્યક્તિઓની ખાસ તપાસ તેમજ ગામના નાગરિકોની અન્ય આરોગ્ય અંગેની તપાસણી.
બોટાદ
આ ઉપરાંત ખસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ આશરે 9 જેટલા ગામો આવે છે. તે તમામ ગામોમાં ફરીને આરોગ્ય અધિકારીઓ દ્વારા આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. તેમજ હોમ કોરેન્ટાઈન કરેલા લોકોની ખાસ કાળજી લેવામાં આવે છે. તેમ છતાં આ હોમ કોરેન્ટાઈન કરેલા વ્યક્તિઓ દ્વારા કોઈપણ પ્રકારે ભંગ કરવામાં આવે તો તેઓની સામે સખત કાર્યવાહી પણ કરવામાં આવે છે. તેમજ તેઓની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે.