ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા - bharatiben shiyal welcoming ceremony

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી માં બોટાદ-ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળની ઉપાધ્યક્ષ તરીકે વરણી થયા બાદ બોટાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જો કે કાર્યક્રમમાં સોશીયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ થયો હતો.

બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશીયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા
બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશીયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

By

Published : Sep 29, 2020, 8:54 PM IST

બોટાદ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. જે માટે ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર બોટાદ-ભાવનગરના સાંસદ સભ્ય ભારતીબેન શિયાળની પસંદગી કરવામાં આવતા ગુજરાત ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશીયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની પસંદગી બાદ પ્રથમ વખત ભારતીબેન શિયાળ બોટાદમાં પધારતા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભારતીબેન શિયાળનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ તેમાં કાર્યકરો દ્વારા સોશીયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશીયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

કોરોનાના આ કપરા કાળને ભૂલી કાર્યકરોને મન માત્ર ભારતીબેનનું સન્માન જ મહત્વનું હોય તેમ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના આગેવાન મહેશ કસવાલા, બોટાદ જિલ્લા ભાજપ પ્રભારી અમોહભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી સહિત અલગ અલગ મોરચાના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશીયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

જો કે આ અંગે જ્યારે ભારતીબેન શિયાળને પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે તેમણે કાર્યકરોનો બચાવ કર્યો હતો.

બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશીયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

ભારતીબેન શિયાળે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 8 સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details