ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે લીધો વેક્સિનનો બીજો ડૉઝ, કેમ્પમાં ઉડ્યા કોરોના ગાઈડલાઈનના ધજાગરા - violation of corona guidelines

બોટાદના ઉગામેડી ખાતે મેગા વેક્સિનેશન કેમ્પ (Mega Vaccination Camp)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલે વેક્સિનનો બીજો ડૉઝ મેળવ્યો હતો. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, આ કેમ્પમાં BJPના આગેવાનો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર તેમજ માસ્ક વગર જોવા મળ્યા હતા.

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે લીધો વેક્સિનનો બીજો ડૉઝ, કેમ્પમાં ઉડ્યા કોરોના ગાઈડલાઈનના ધજાગરા
ઉર્જા પ્રધાન સૌરભ પટેલે લીધો વેક્સિનનો બીજો ડૉઝ, કેમ્પમાં ઉડ્યા કોરોના ગાઈડલાઈનના ધજાગરા

By

Published : Jul 10, 2021, 3:57 PM IST

  • ઉગામેડી ખાતેના વેક્સિનેશન કેમ્પમાં ઉડ્યા ધજાગરા
  • ઉર્જા પ્રધાન સૌરભ પટેલે લીધો વેક્સિનનો બીજો ડૉઝ
  • ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોવા મળ્યા માસ્ક વગર

બોટાદ: જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ઉગામેડી ગામમાં મેગા વેક્સિનેશન કેમ્પ (Mega Vaccination Camp) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલ સહિત BJPના આગેવાનોએ હાજરી આપી હતી. આ કેમ્પમાં ઉર્જા પ્રધાને વેક્સિનનો બીજો ડૉઝ લીધો હતો. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, ઉર્જા પ્રધાન સહિત BJPના આગેવાનોએ કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવ્યા હતા.

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે લીધો વેક્સિનનો બીજો ડૉઝ, કેમ્પમાં ઉડ્યા કોરોના ગાઈડલાઈનના ધજાગરા

પોલીસ સ્થળ પર હાજર, છતાંય કોઈ કાર્યવાહી નહીં

મેગા વેક્સિનેશન કેમ્પ (Mega Vaccination Camp) માં ગ્રામ્યજનો સવારથી કતાર લગાવીને ઉભા હતા. મોટી સંખ્યામાં લોકો આવવાથી સોશિયલ ડિસ્ટન્સની જાળવણી થઈ શકી ન હતી. જ્યારબાદ BJP ના આગેવાનો સાથે આવી પહોંચેલા ઉર્જા પ્રધાન સૌરભ પટેલ સહિત ભાજપના મોટાભાગના આગેવાનોએ માસ્ક સુદ્ધા પહેરવાની તસદી લીધી ન હતી. તે સમયે સ્થળ પર પોલીસ હાજર હોવા છતાં કોઈ પગલા લેવાયા ન હતા. જેના પરથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે.

ABOUT THE AUTHOR

...view details