- દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને DYSPએ ઓફિસમાં જઈ કર્યું ગેરવર્તન
- DYSP નકુમે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓને ઓફિસમાં મનફાવે તેવી આપી ગાળો
- આચાર્ય પક્ષ દ્વારા આઈજી, રાજ્યના મુખ્યપ્રધાન અને ગ્રહપ્રધાનને તપાસની કરી માંગ
બોટાદ : ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો વાઇરલ કર્યો છે. ગઢડા મંદિરના ટ્રસ્ટી બોર્ડની ગઈકાલે મળેલી બેઠકમાં દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને દૂર કરવામાં આવ્યા હતા , તેને લઈને વિવાદ શરૂ થયો છે. ત્યારે રાત્રે 8 કલાકે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડી.વાય.એસ.પી.નકુમે ઓફિસમાં આવી ચૂંટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરી બહાર કાઢ્યા હતા.