બોટાદના રાણપુર તાલુકાના કિનારા ગામમાં પીર દાદાની દરગાહ આવેલી છે. આ દરગાહ પર છેલ્લા ઘણા વર્ષોથી અહિયાં ગામના તમામ ઘરોમાં લાડું બનાવી અને શ્રીફળનો પ્રસાદ ધરાવે છે અને ત્યારબાદ ગામની મહિલાઓ પીર દાદાના નામના રાસ ગરબા રમીને સમગ્ર ગ્રામ જનો એક સાથે મળી ત્યાં જમીને ત્યાર બાદ વાવણી કરવા જાય છે.
બોટાદના કિનારા ગામની વાવણીની અનોખી ધાર્મીક માન્યતા
બોટાદ: રાણપુર તાલુકાના કિનારા ગામમાં પ્રથમ વાવણીને લઈ એક અનોખી ધાર્મિક માન્યતા ચાલી રહી છે. જ્યારે ખેડૂતો વાવણી કરવા જાય તે પહેલા સમગ્ર ગામના લોકો ગામમાં આવેલી પીર દાદાની દરગાહ પર જઇ લાડુંનો પ્રસાદ ધરાવે ત્યારબાદ ગામના લોકો ત્યાં જ પીર દાદાની દરગાહ પર સમગ્ર ગામ જમીને ખેતરમાં વાવણી કરવા જાય છે.
સ્પોટ ફોટો
ગામના તમામ હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો લોકો પીર દાદા પ્રત્યે અપાર આસ્થા ધરાવે છે. જેનાં લીધે તેઓ સૌ એક સાથે પ્રસાદ ધરી અને સાથે જમે છે.
જ્યારે ગામ લોકોને પૂછવામાં આવ્યું કે આનું કારણ શું તો ગામલોકો દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષેથી તેઓનો પાક સારો ઉપજે છે અને ગામના ખેડૂતોને દુષ્કાળનો સામનો કરવો પડતો નથી.