ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ લીધાં આશીર્વાદ - બોટાદમાં જન આશીર્વાદ યાત્રા

બોટાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે. કેન્દ્રીય કેબિનેટપ્રધાન  મનસુખ માંડવીયાની આગેવાની રાજકોટથી કાઢવામાં આવેલ જન આશીર્વાદ યાત્રા આજે બોટાદ જિલ્લામાં પહોંચી હતી.

બોટાદમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ લીધાં આશીર્વાદ
બોટાદમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ લીધાં આશીર્વાદ

By

Published : Aug 21, 2021, 8:22 PM IST

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવેલ જન આશીર્વાદ યાત્રા પહોંચી બોટાદ જિલ્લામાં
  • ફૂલોની વર્ષા સાથે ઢોલ વગાડી યાત્રાનું અલગ અલગ જગ્યા પર કરવામાં આવ્યું સ્વાગત
  • કેન્દ્રીય પ્રધાન સહિત મહાનુભાવો જોડાયાં


    બોટાદઃ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામ ખાતે યાત્રાનો પ્રવેશ થયો હતો. યાત્રાના પ્રવેશ દરમ્યાન ગામના આગેવાનો દ્વારા ઢોલ વગાડી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તો નાની દીકરીઓ દ્વારા મનસુખભાઈને કુમકુમ તિલક કરવામાં આવ્યું, તેમજ ફૂલોની વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું. જન આશીર્વાદ યાત્રામાં પ્રધાન સૌરભ પટેલ તેમજ ધારાસભ્ય આત્મારામ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાન જોડાયાં હતાં..
    ગામના આગેવાનો દ્વારા ઢોલ વગાડી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું


    કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માડવીયા દ્વારા ઝાયડ્સ કેડીલાની zycov-d રસીને મંજૂરી આપવામાં આવી છે. ભારતની અંદર કુલ 6 રસીને મંજૂરી આપવામાં આવી છે તેમજ આ રસી ડી.એન.એ. છે અને ત્રણ ડોઝ આપવામાં આવે છે. આ રસીમાં ઈન્જેકશન આપવામાં આવતું નથી. ડી.એન.એ. હોવાથી ખભા પર મુકવાથી સીધી ચામડીમાં ઉતરી જાય છે. 12 વર્ષના બાળકથી ઉપરના તમામ લોકો આ રસી લઈ શકશે. રસીનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે અને આગામી દિવસોમાં આ રસી માર્કેટમાં પણ આવી જશે તેવું મનસુખ માંડવીયાએ નિવેદન આપ્યું હતું.

    આ પણ વાંચોઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં યોજાઇ જન આશીર્વાદ યાત્રા, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા

ABOUT THE AUTHOR

...view details