બોટાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના અલગ અલગ રાજ્યના ગ્રામ પંચાયતના સરપંચ સાથે વીડિયો કોન્ફરન્સથી સીધી વાત કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. PM મોદીએ આ વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના તમામ રાજ્યની ગ્રામ પંચાયતના સરપંચ સાથે વીડિયો કોન્ફરન્સથી લોકડાઉનને લગતી તેમજ સરકારની અન્ય યોજનાઓને લગતી વાતચીત કરી હતી. જે પૈકી ગઢડા તાલુકાના માંડવા ગામના સરપંચ સાથે વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરવાના હતા. પરંતુ વિડીયો કોન્ફરન્સનો સમય પૂર્ણ થતા માંડવા ગામના સરપંચની વાત થઈ શકી નથી.
બોટાદના માંડવા ગામના સરપંચની PM સાથે વીડિયો કોન્ફરન્સમાં સમયની અછત સર્જાઈ
વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા દેશના અલગ અલગ રાજ્યના ગ્રામ પંચાયતના સરપંચ સાથે વીડિયો કોન્ફરન્સથી સીધી વાત કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું પરંતુ બોટાદના માંડવા ગામના સરપંચની સમય પૂર્ણ થઈ જતા વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સમાં વાત થઈ શકી નહીં.
માંડવા ગામના સરપંચની PM સાથે વીડિયો કોન્ફરન્સમાં સમયની અછત સર્જાઈ
આ વીડિયો કોન્ફરન્સમા માંડવા ગામના સરપંચ સાથે ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા.