- ઝીઝાવાદર ગામે કેનાલમાં ગાબડું
- ખેતરમાં પાણી આવતા ખેડૂતોને નુકસાન
- વારંમવાર કેનાલમાં પડી રહ્યા છે ગાબડા
બોટાદઃ જિલ્લાના ગઢડા તાલુકાના ઝીઝાવદર ગામેથી પસાર થતી માઇનોર કેનાલમાં બુધવારે મોડી રાત્રે કેનાલમાં મોટું ગાબડું પડ્યુ હતું. જેથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા ખેતરોમાં ઉભા પાકને નુકશાન થયું હતું.
કેનાલ દ્વારા ઇશ્વરીયા, દરેડ, મેલાંણા સહિત ગામોના ખેડૂતોને આપવામાં આવે છે પાણી
ઝીઝાવદર ગામેથી પસાર થતી માઇનોર કેનાલમાં વારંમવાર ગાબડા પડતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માઇનોર કેનાલ દ્વારા ઇશ્વરીયા, દરેડ, મેલાંણા સહિત ગામોના ખેડૂતોને પાક માટે પાણી આપવામાં આવે છે.
કેનાલ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગકેનાલમાં ગાબડું પડતા તાત્કાલિક પાણી બંધ કરી કેનાલ રીપેરીંગ કરવામાં આવે તેમ આજુબાજુ વિસ્તારના ખેડૂતોએ માંગ કરી છે.