બોટાદ: હાલની કોરોના મહામારીના કારણે કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે. તેમજ બોટાદમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. જેથી લોકોના આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે તેવા હેતુથી બોટાદ ખાતે દીન દયાળના પૂતળાં પાસે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદિક ઉકાળાથી લોકોની ઇમ્યુનિટી જળવાઈ રહે અને રોગ પ્રતિકારક શક્તિ વધે અને કોઈપણ પ્રકારની આડઅસર ન થાય તેવા હેતુથી દીપચંડી આર્યુવેદીક હોસ્પિટલ બોટાદના સહયોગથી તેમજ બોટાદ બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.
બોટાદ ખાતે સામાજીક સંસ્થાઓ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
હાલની કોરોના મહામારીના કારણે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવા હેતુથી બોટાદ ખાતે દીપચંડી આર્યુવેદીક હોસ્પિટલ બોટાદના સહયોગથી તેમજ બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદના સાળંગપુર ખાતે આવેલ covid-19 હોસ્પિટલમાં પણ આયુર્વેદિક ઉકાળો દર્દીઓને આપવામાં આવે છે. આયુર્વેદિક ઉકાળો બોટાદના આયુર્વેદિક ડૉ. સુરેશભાઈ ચાવડા તથા આશ્રમના મહંત મહા સુખાનંદ સરસ્વતીએ અથાગ મહેનત કરી અને તમામ જડીબુટ્ટીથી આ ઉકાળો બનાવ્યો છે. તે આયુર્વેદિક ઉકાળા માટે પ્રથમ ગાંધીનગરથી પણ મંજૂરી મેળવેલ છે, અને તે મંજૂરીના કારણે covid-19 હોસ્પિટલમાં પણ કોરોના વાઇરસના દર્દીઓને આ ઉકાળો આપવામાં આવે છે. જેના કારણે બોટાદના ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયેલ છે. આ આયુર્વેદિક ઉકાળાનો લાભ બોટાદ શહેરની જનતા તથા ગામડાના લોકોએ પુષ્કળ પ્રમાણમાં લાભ લીધો હતો.