- ધાર્મિક સ્થળો ને દર્શન માટે સારું કરવાની મંજૂરી આપી
- દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
- બે મહિના બાદ ધાર્મિક સ્થળો ખુલતા ભક્તો ભાવુક બન્યા
બોટાદઃ કોરોનાની મહામારી બાદ 2 મહિના બાદ સરકાર દ્વારા તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે, જે અંતર્ગત આજે બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરને ભક્તો માટે સવારથી જ ખૂલ્લું મુકાયું છે. જ્યારે મંદિર વહિવટી વિભાગ દ્વારા દર્શને આવતા હરિભક્તો માટે ફરજિયાત માસ્ક, સેનિટાઈઝ, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છે તો 2 મહિના બાદ દાદાના દર્શન થતા હરિભકતોમા પણ આનંદ જોવા મળી રહ્યો છે. જોકે, કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંદિરને ખૂલ્લું મુકાયું છે.
દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી બે મહિના બાદ ધાર્મિક સ્થળો ખુલતા ભક્તો ભાવુક બન્યા આ પણ વાંચોઃખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા, ભાવિકોમાં ખુશીની લાગણી
પહેલા જ દિવસે ભક્તોની ભારે ભીડ જામી
મંદિરમાં આવતા તમામ ભક્તોને સેનિટાઈઝ કરી મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. જોકે, પહેલાં જ દિવસે સાળંગપુર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચોઃકોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદિપસિંહ જાડેજા
મંદિરમાં ભક્તો માટે ભોજનાલય અને ઉતારાની વ્યવસ્થા
સરકારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંદિર ખૂલ્લું મુકવાનું નક્કી કર્યું છે. બોટાદમાં સાળંગપુર મંદિરમાં ભક્તો માટે ભોજનાલય અને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જ મંદિરમાં આરતી સમયે ભક્તોને દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે 2 મહિના બાદ ધાર્મિક સ્થળો ખૂલતાની સાથે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દાદાના દર્શને આવી રહ્યા છે. તેમ જ ભકતો દ્વારા પણ માસ્ક, સેનિટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.