બોટાદઃ બોટાદ નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર તથા શોપ ઈન્સ્પેક્ટર દ્વારા બોટાદની મીઠાઈ તથા ફરસાણની દુકાનોમાંથી લોકડાઉન દરમિયાન પડી રહેલો જથ્થો બગડી જવાના કારણે નાશ કરાવામાં આવ્યો હતો. બોટાદમાં લોકડાઉનને લઈને ફરસાણ તથા મીઠાઇ બનાવતા વેપારીઓની દુકાન બંધ હોવાથી મીઠાઇ તથા ફરસાણ બગડી ગયા હતા.
બોટાદ: મીઠાઈ-ફરસાણની દુકાનોમાંથી લોકડાઉન દરમિયાન પડી રહેલા જથ્થાનો નાશ કરાયો - Bad sweets destroyed in Botad
બોટાદ નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર તથા શોપ ઈન્સ્પેક્ટર દ્વારા બોટાદની મીઠાઈ તથા ફરસાણની દુકાનોમાંથી લોકડાઉન દરમિયાન પડી રહેલો જથ્થો બગડી જવાના કારણે નાશ કરાવામાં આવ્યો હતો.
![બોટાદ: મીઠાઈ-ફરસાણની દુકાનોમાંથી લોકડાઉન દરમિયાન પડી રહેલા જથ્થાનો નાશ કરાયો બોટાદ ખાતે મીઠાઇ-ફરસાણની દુકાનોમાંથી લોકડાઉન દરમિયાન પડી રહેલો જથ્થો નાશ કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6911310-523-6911310-1587646280547.jpg)
બોટાદ ખાતે મીઠાઇ-ફરસાણની દુકાનોમાંથી લોકડાઉન દરમિયાન પડી રહેલો જથ્થો નાશ કરાયો
જેથી બોટાદમાં આવેલી મીઠાઇ તથા ફરસાણની દુકાનોમાંથી બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા શોપ ઇન્સ્પેકટર દ્વારા અલગ-અલગ દુકાનોમાંથી મીઠાઈ આશરે 90 કિલો તથા ફરસાણ આશરે 70 કિલો જેટલો જથ્થો સ્થળ પર હાજર રહી દુકાનો ખોલાવી નાશ કરાવામાં આવ્યો હતો.