- 10,068 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું
- 1970 ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવી
- 800 ખેડૂતો ચણા વેચવા માટે આવ્યા
આ પણ વાંચો :રાજકોટ જિલ્લામાં 9મી માર્ચથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ
બોટાદ: રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પાકો ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી રહ્યાં છે. જેમાં 8 માર્ચથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરુ કરવામાં આવી છે. જેમાં ખેડૂતો પાસેથી 50 મણ ચણા ટેકાના ભાવે ખરીદવામાં આવી રહ્યાં છે અને તેમને 1020 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લામાં બોટાદ, ગઢડા અને બાબરકોટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ થઈ છે. જિલ્લામાં કુલ 10,068 ખેડૂતો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
બોટાદમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ આ પણ વાંચો :રાજકોટ યાર્ડમાં આ વર્ષે મરચાનો ભાવ રૂ. 2200થી 3200 મળતા ખેડૂતોમાં ખુશી
137 ખેડૂતોના ચણા ગુણવતા યુક્ત ન હોવાથી તેમના ચણા રિજેક્ટ કરાયા
આજદિન સુધીનો ચણાની ખરીદીની જો વાત કરવામાં આવે તો કુલ 1970 ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવી છે. જેમાંથી 800 ખેડૂતો ચણા વેચવા માટે આવ્યા છે અને તેમાંથી 540 ખેડૂતોના ચણાની ખરીદી કરવામાં આવી છે. જ્યારે 137 ખેડૂતોના ચણા ગુણવતા યુક્ત ન હોવાથી તેમના ચણા રીજેક્ટ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખેડૂતો આવ્યાં હતા. પરતું ચણા રિજેક્ટ થવાના ડરથી પાછા જતા રહ્યાં છે. તો બીજી તરફ ખેડૂતોની માગ છે કે, ચણાનું વાવેતર વધારે થયું હોઈ એટલે જો 50 મણ કરતા વધુ ચણાની ખરીદી કરવામાં આવે તો સારૂં છે. તેમજ અહિયાં ચણા રિજેક્ટ થાય છે ત્યારે અમારે જાતે ચણા પોતાના વાહનમાં ભરવા પડે છે.