બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝનમાં પણ સફાઈની કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. જેથી બરવાળા શહેરમાં અલગ અલગ જગ્યાએ ગંદકીના અને ઉકરડાના થર જામેલા છે, ઠેકઠેકાણે પાણીના ખાડા ભરાયેલા છે. અમુક જગ્યાએ ઘાસ ઊગી ગયેલા છે, ગંદકી અને કચરાના ઢગ જોવા મળે છે, લોકો ખૂબ હેરાન થઈ રહ્યાં છે. ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ થયેલ છે, નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, જેના કારણે લોકોના આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરી છે. છતાં આ અંગે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
બરવાળા નગરપાલિકાની બેદરકારીથી સ્થાનિકોમાં રોષ, પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ - ભરાયેલા પાણીના ખાડા તથા સફાઇ નો અભાવ
બોટાદઃ બરવાળા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં ઠેર-ઠેર ભરાયેલા પાણીના ખાડા ભરાયા છે. તેમજ સફાઇનો અભાવ દેખાઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝનમાં પણ કોઈપણ કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ ઉઠ્યા છે.
નગરપાલિકાની બેદરકારીથી લોકો પરેશાન , ભરાયેલા પાણીના ખાડા તથા સફાઇ નો અભાવ
જેથી બરવાળા શહેરના લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. બરવાળા નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ ક્યારે કરવામાં આવશે? તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. તેમજ પ્રિમોન્સુન કામગીરી માટે રોડ રસ્તા રીપેર કરવામાં આવશે કે કેમ તેમજ ઠેક ઠેકાણે પડી ગયેલા ખાડા કયારે પુરવામાં આવશે, તે મુદ્દે લોકો તંત્ર પાસે જવાબ માંગી રહ્યાં છે. ત્યારે હવે પાલિકા પ્રશાસન ક્યારે આ સમસ્યાઓનું નિવારણ લાવશે તે જોવું રહ્યું.