ગુજરાત

gujarat

ETV Bharat / state

હરાજીમાં ઘઉંનો પૂરતો ભાવ ન મળતા માર્કેટિંગ યાર્ડમાં હોબાળો કર્યો - Botad news

બોટાદ માર્કેટિંગ યાર્ડના હડદંડ ખાતેના કોટન સબયાર્ડમાં ખેડૂતોએ ઘઉંની હરાજીમાં પૂરતો ભાવ ન મળતા હોબાળો કર્યો હતો. ખેડૂતોએ યાર્ડના મુખ્ય ગેટ બંધ કરી વિરોધ કર્યો હતો. ખેડૂતોને હરાજીમાં 300 જેટલો ભાવ મળતા વિરોધ કર્યો હતો. ખેડૂતોને 350 ઉપર ભાવ મળે તેવી માંગ હતી.

માર્કેટિંગ યાર્ડમાં હોબાળો
માર્કેટિંગ યાર્ડમાં હોબાળો

By

Published : Apr 3, 2021, 12:33 PM IST

  • માર્કેટિંગ યાર્ડમાં રોજની હાલ 25 હજાર મણ ઘઉંની આવક થઈ
  • ખેડૂતોને હરાજી દરમિયાન 300થી 320 જેટલો ભાવ મળતા હરાજી બંધ કરાવી
  • ઘઉંની હરાજીમાં મોટા ટેક્ટ્રર 350થી 400 હતા

બોટાદ :જિલ્લામાં ચાલુ વર્ષે પડેલા સારા વરસાદથી તળાવો અને ચેકડેમમાં પાણી હોવાથી ઘઉંનું મબલખ ઉત્પાદન થયું છે. જેને લઈ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રોજની હાલ 25 હજાર મણ ઘઉંની આવક થઈ રહી છે. જેને લઈ હરાજીમાં એક દિવસ ઘઉં અને એક દિવસ ચણાની હરાજી શરૂ કરાઇ છે. બોટાદ માર્કેટિંગ યાર્ડના હડદંડ ખાતેના કોટન સબયાર્ડ હાલ ઘઉંની હરાજી શરૂ છે. જેમાં ગઇકાલે શુક્રવારે બપોરના 12 વાગ્યાની આસપાસ ખેડૂતોને હરાજી દરમિયાન 300થી 320 જેટલો ભાવ મળતા હરાજી બંધ કરાવી હતી. હરાજી બંધ કરી ખેડૂતોએ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો તથા યાર્ડના મુખ્ય દરવાજા બંધ કરી વિરોધ કર્યો હતો. યાર્ડમાં ઘઉંની હરાજી બંધ થતાં યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો અને વેપારીઓ સાથે બેઠક કરાઇ હતી. જોકે, સમજાવટ બાદ આખરે યાર્ડમાં ઘઉંની હરાજી શરૂ કરાઇ હતી.

ઘઉંની હરાજીમાં મોટા ટેક્ટ્રર 350થી 400 હતા

કોટન યાર્ડમાં ઘઉંની હરાજીમાં મોટા ટેક્ટ્રર 350થી 400 હતા, 150 જેટલા ટેમ્પા હતા. ટેમ્પાની હરાજી પૂરી થયા પછી મોટા વાહનો 50 જેટલા વેચાયા પછી ખેડૂતોએ ભાવના ઘટાડાને લઈને ઉપર લેવલે બજાર 20થી 25 રૂપિયા નીચું હોવાથી અને વેપારીઓ ભાવ નીચા કાઢતા ખેડૂતોએ હોબાળો કરી હરાજીનું કામકાજ બંધ કરાવ્યું હતું. સમજાવટ બાદ હરાજી શરુ કરી હતી. આજે માર્કેટમાં 320થી 422 સુધી ઘઉંનું વેચાણ થયેલું છે. હરાજીમાં ક્વોલિટી પ્રમાણે ભાવ મળે છે અને 320થી 350 ભાવ હોવાથી જેને લઈ હરાજી બંધ કરાવી હતી.

માર્કેટિંગ યાર્ડમાં હોબાળો

આ પણ વાંચો : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અઢળક આવક, વાહનોની લાગી લાંબી લાઈનો

વેપારીઓ ખેડૂતોનું શોષણ કરે છે

માર્કેટિંગ યાર્ડમાં ઘઉં વેચવા અવ્યા છીએ. જેમાં હરરાજીમાં 310થી 330ના ભાવે ઘઉં લે છે. ગમે તેવા સારા ઘઉં હોઈ તો 330 જ ભાવ આપે છે એટલે હરાજી બંધ કરાવી છે. આમ, વેપારીઓ ખેડૂતોનું શોષણ કરે છે. સારામાં સારા ઘઉંની 325થી 330 સુધીની ખરીદી કરે છે. રાત-દિવસ એક કરી માલ પકવે છે. છતાં ભાવ મળતા નથી. ડીઝલ ના ભાવો વધી રહ્યા છે. 350 ઉપર ભાવ મળે તો ઘઉં વેચવાના છે.

આ પણ વાંચો : જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ 25 માર્ચથી 1 એપ્રિલ સુધી રહેશે બંધ

વેપારી ખરીદી ના કરે ત્યાં સુધી યાર્ડ બંધ રાખીશું


પૂરતા ભાવ આપતા નથી એટલે હરાજી બંધ કરાવી છે. CCIમાં સરકાર 395 આપે છે અને અહિયાં આ લોકો 310થી 330માં ઘઉં લે છે. આમાં, ખેડૂતોએ લેવાનું શું આની પાછળ ખેડૂતોને કેટલા હેરાન થાય છે, કેટલો ખર્ચો થાય છે, અહીયાં વાહન લાવાનો ખર્ચો થાય છે. જ્યાં સુધી વેપારી ખરીદી ના કરે ત્યાં સુધી યાર્ડ બંધ રાખીશું.

ABOUT THE AUTHOR

...view details