ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર હાજર નહીં રહેતા લોકોએ મચાવ્યો હોબાળો

બોટાદ: બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર હાજર નહીં રહેતા લોકોએ હલ્લાબોલ કર્યો છે. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર સમયસર હાજર નહીં રહેતા 200થી પણ વધારે દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો.

Botad

By

Published : Sep 12, 2019, 5:17 AM IST

બોટાદ જિલ્લાના બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર સમયસર હાજર નહીં રહેતા 200થી પણ વધારે દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો અને ડૉક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ દોઢ કલાક સુધી વિજળી ગુલ થતાં દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. જ્યારે જનરેટર તો છે પણ શોભાના ગાંઠિયા સમાન રાખવામા આવેલ હોય તેમ જણાય છે. ત્યારબાદ જ્યારે વિજળી દોઢ કલાક બાદ આવી ત્યારે ડોક્ટરની ચેમ્બરમાં ડૉકટર હાજર નહીં હોવા છતાં AC થી લઈ તમામ ઉપકરણો વ્યર્થ ચાલુ જોવા મળ્યા હતા.

સરકારના પૈસાનું પાણી કરતા આવા નિંભર કર્મચારીઓ પર ક્યારે પગલા લેવાશે. તેમ લોકો જણાવતા હતા. અહીં ડૉકટર તરીકે ફરજ બજાવતા વારંવાર આવી જ રીતે ડૉક્ટર અવારનવાર અનિયમિત રહે છે ત્યારે હાલમાં વાઈરલ ઇન્ફેક્શનના દર્દીઓનો વધારો હોવા છતાં ડૉક્ટર હાજર નહીં થતાં લોકોએ હલ્લાબોલ મચાવ્યો હતો. આ બાબતે જ્યારે દર્દીઓ દ્વારા રોગી કલ્યાણ સમિતિના સભ્ય અલ્પાબા ચુડાસમાને જાણ કરતાં તેઓ દ્વારા તાત્કાલિક મુલાકાત લીધી હતી.

બોટાદમાં આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર હાજર નહીં રહેતા લોકોએ મચાવ્યો હોબાળો

જેમાં ફરજ પરના ડૉક્ટર નરેશ જાદવ ગેરહાજર જણાતા ટેલિફોનિક સંપર્ક કર્યાં હોવા છતાં કોઈ સંપર્ક થવા પામેલ નહી તેમ તેઓએ જણાવ્યું હતુ. વારંવાર લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા ટેવાયેલા ડૉક્ટર દ્વારા પોતે બોંન્ડ પર હોવાનું જણાવી લોકોને જે થાય તે કરી લેવા ધમકાવાઈ રહ્યા છે. તમામ હાજર દર્દીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર લખી અને રોગી કલ્યાણ સમિતિના સભ્યને સોંપવામાં આવ્યું અને રેગ્યુલર ડૉક્ટરની માગ સાથે આવા અનિયમિત ડોક્ટરો પર શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details