- નાયબ કલેક્ટરે એસ. પી. સ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ ફટકારી
- એસ. પી. સ્વામી ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન હતા
- સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવામાં આવે તેવી એસ. પી. સ્વામીએ માંગ કરી
આ પણ વાંચોઃગઢડાના ગોપીનાથજી મંદિરમાં DySp દ્વારા બીભત્સ શબ્દો બોલી સંતોને માર મારવાની ઘટનાનો પડઘો વિદેશમાં પડ્યો
બોટાદઃ ભગવાન સ્વામીનારાયણ 29 વર્ષ ગઢડામાં રહી ગામને પોતાની કર્મભૂમી બનાવી હતી. જેથી ગઢડા સવામિનારાયણ સંપ્રદાયનુ મહત્વનું તિર્થધામ ગણાય છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણનું ગોપીનાથજી મંદિર આવેલુ છે. છેલ્લા દોઢેક વર્ષથી દેવપક્ષ સત્તા પર આવ્યા બાદ ગોપીનાથજી મંદિર કોઈને કોઈ વિવાદમાં રહ્યું છે. બોટાદ જિલ્લાના નાયબ કલેક્ટર દ્વારા ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને 6 જિલ્લામાથી તડીપાર કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. 25 માર્ચ સુધીમાં તેમણે નોટિસને અનુસંધાને કોઈ જવાબ આપવો હોય તો નોટિસમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એસ. પી. સ્વામીએ પ્રતિક્રિયા આપી એસ. પી. સ્વામીએ પ્રતિક્રિયા આપી
ગઢડા ગોપીનાથજી મંદિરના દેવપક્ષના ચેરમેન હરજીવન સ્વામીએ મંદિરના વીડિયો વાઈરલ કરવાના મામલે પોલીસ ફરિયાદ પણ નોધાવવામાં આવી છે. જે સમગ્ર મામલે એસ. પી. સ્વામીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, તેમના ઉપર એવા કોઈપણ ગંભીર ગુના નથી, લોકડાઉન દરમિયાન મંદિરના મેદાનમાં ધૂન કરવાનો 188 મુજબ ફરીયાદ થઈ હતી. તેમજ જમીન વિવાદ સમયે ફરીયાદ દાખલ કરેલી હતી. મંદિરના ચેરમેનનો વિવાદ અને DySP નકુમની દાદાગીરીનો વીડિયો વાઈરલ થયાના મામલે હાઈકોર્ટેમા કેસ ચાલે છે. જેને લઈને DySP રાજદિપસિહ નકુમ તેમના માણસો દ્વારા કેસ પાછો ખેંચવા દબાણો કરવામાં આવે છે. આ બાબતે તંત્ર દ્વારા રાગદ્વેષ રાખી મને બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 6 જિલ્લામાથી તેમને તડીપાર કેમ ન કરવા બાબતે ડેપ્યુટી કલેક્ટરે ખુલાસો આપવા નોટિસ આપી છે. પરંતુ જો સરકાર દ્વારા આ સમગ્ર મામલે CBIને તપાસ સોંપવામાં આવે તેવી ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીએ માંગ કરી છે.