- સાળંગપુરના હનુમાન મંદિરમાં વાર્ષિક પાટોત્સવ ઉજવાશે
- શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના 172 માં વાર્ષિક પાટોત્સવનું કરાયું આયોજન
- મારુતિ યજ્ઞ, પૂજન, અભિષેક જેવા આયોજનો કરવામાં આવ્યાં
બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના 172 માં વાર્ષિક પાટોત્સવનું ગુરૂવારે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મારુતિ યજ્ઞ, પૂજન, અભિષેક, દાદાનો અન્નકુટ વિગેરેનો વિશિષ્ટ દર્શનનો લાભ હરિભક્તોને મળશે.
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનો ગુરૂવારે 172 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે હરીભક્તો મદિરની વેબસાઈટ ઉપર લાઈવ દર્શન નિળાવી શકશે
આ પ્રસંગે ધર્મ ધુરંધર 1,008 આચાર્ય મહારાજશ્રી રાકેશ પ્રસાદીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. તેમજ અન્ય ગામેગામથી સંતો પણ હાજર રહેશે. આ પ્રસંગે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી, સવારે 7:00 વાગ્યે શણગારથી તેમજ 8:00 કલાકે અભિષેક અને પૂજન કાર્યક્રમ યોજાશે. તેમજ ત્યારબાદ સવારે 11:00 કલાકે અન્નકૂટ આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે 11:30 કલાકે કરવામાં આવશે. મંદિરના મહંત પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસ તેમજ હરિપ્રકાશદાસ અને કોઠારી સ્વામી વિવેકસાગર દાસ તથા તમામ સંતો મંડળ દ્વારા તમામ હરીભક્તોને ઘેર બેઠા મદિરની વેબસાઈટ ઉપર લાઈવ દર્શન નિળાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.