- 6 જિલ્લામાંથી તડીપાર
- 307 અને મારામારી જેવા 6 જેટલા ગુન્હા દાખલ
- નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી
બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારીને બે વર્ષ માટે 6 જિલ્લા માંથી તડીપાર કરવામાં આવ્યા છે. તડીપાર મામલે એસ.પીએ નિવેદન આપ્યું હતું કે આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવી છે. 307 ,મારામારી સહીતના ગુન્હાના હેઠળ પોલીસ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તના આધારે હુકમ આપવામાં આવ્યો હતો.
6 જિલ્લામાંથી તડીપાર
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામી સામે બે વર્ષ માટે 6 જિલ્લા માંથી તડીપાર કરવાનો હુકમ સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો. જેમાં બોટાદ,ભાવનગર,સુરેન્દ્રનગર, અમરેલી,રાજકોટ અને અમદાવાદ જિલ્લા માંથી તડીપાર કરવામાં આવ્યા છે. સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટએ નિવેદન આપ્યું હતું કે પોલીસ દ્વારા આપવામાં આવેલી દરખાસ્તના આધારે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટી બોર્ડની રવિવારે 11 વાગ્યે બેઠક યોજાશે