ગુજરાત

gujarat

ETV Bharat / state

SP દ્વારા મુસ્લિમ બિરાદરો સાથે શાંતિ સમીક્ષા અર્થે બેઠક યોજી

બોટાદઃ NRC મુદ્દે બોટાદમાં એસ.પી.દ્વારા મુસ્લિમ સમાજના ભાઈઓની શાંતિ સમીક્ષાની મીટિંગ બોલાવાઈ.

etv bharat
SP દ્વારા મુસ્લિમ સમાજના ભાઈઓને શાંતિ સમીક્ષાની મિટિંગ બોલાવાઈ

By

Published : Dec 20, 2019, 11:59 PM IST

NRCનો તેમજ CAAનો કાયદો અમલમાં મુકાયો છે. આ NRCના બિલને લઇને ભારત દેશમાં હિંસા તથા તોફાનના દ્રશ્યો સામે આવ્યા. જેના અનુસંધાને બોટાદમાં તેમજ બોટાદ જિલ્લામાં કોઈ અફવા ન ફેલાય તેમજ શાંતિ ન ડહોળાય તેમજ કોઈપણ પ્રકારનું વાતાવરણ તોફાની ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી બેઠક બોલાવી હતી.

ઉપરાંત સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર કોઈ ધ્યાન આપવામાં ન આવે તેમજ મુસ્લિમ સમાજના ભાઈઓ અને યુવાનો ગેરમાર્ગે દોરાઈ ને કોઈ તોફાન તરકટ ન કરે અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આ બેઠકમાં મુસ્લિમ બિરાદરોને પણ બોલાવાયા હતા.

SP દ્વારા મુસ્લિમ બિરાદરો સાથે શાંતિ સમીક્ષા અર્થે બેઠક યોજી

આ બેઠકમાં બોટાદના મુસ્લિમ ભાઈઓ અને આગેવાનો હાજર રહ્યા હતા, આ શાંતિ સમીક્ષા મિટિંગમાંSP એ મુસ્લિમ ભાઈઓના કોઈ પ્રશ્ન હોયતો તેની રજૂઆત કરવા જણાવેલ હતું. અને કોઈ અફવાઓથી ગેરસમજ ન ફેલાવવા તેમજ શાંતિ જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થા બની રહે તેવા હેતુથી શાંતિ સમીક્ષાની મિટીંગ આજરોજ બોલાવવામાં આવી હતી.
આ શાંતિ સમીક્ષાની મિટિંગમાં મુસ્લિમ ભાઈઓ એ પોતાના પ્રશ્નોની રજૂઆત કરેલ હતી તેમજ હાલના સંજોગો જોતા બોટાદમાં કોઈ તોફાન તરકટ થાય નહીં અને શાંતિ જળવાઇ રહે તેવા તમામ પ્રયત્નો કરવાની મુસ્લિમ ભાઈઓ એ ખાતરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details