ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા હાથરસ દુષ્કર્મ મામલે મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું - silent rally near jyotigram circle botad

ઉત્તરપ્રદેશના હાથરસની સામૂહિક દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરવા બોટાદના જ્યોતિગ્રામ સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

જિલ્લા કોંગ્રેસ દ્વારા હાથરસ દુષ્કર્મ મામલે મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન
જિલ્લા કોંગ્રેસ દ્વારા હાથરસ દુષ્કર્મ મામલે મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન

By

Published : Oct 5, 2020, 8:39 PM IST

બોટાદ: ઉત્તર પ્રદેશની હાથરસ દુષ્કર્મ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા હાથરસ દુષ્કર્મ મામલે મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન

રાહુલ ગાંધી પીડિતાના પરિવારોની મુલાકાતે જતા ઉત્તરપ્રદેશ પોલીસે તેની અટકાયત કરી હતી. જેને લઈને પણ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા હાથરસ દુષ્કર્મ મામલે મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન

બોટાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો જ્યોતિગ્રામ સર્કલ પાસે એકત્રિત થયા હતા અને બેનરો સાથે મૌન રેલી કાઢી હતી.

આ રેલી આગળ વધી રહી હતી ત્યારે બોટાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેલીમાં જોડાયેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા હાથરસ દુષ્કર્મ મામલે મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન

જેમાં બોટાદ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, નગરપાલિકા વિરોધ પક્ષ નેતા નિર્મળાબેન પરમાર, રાણપુર તાલુકા પ્રમુખ પ્રતાપસિહ ડોડીયા, કોંગ્રેસના આગેવાન વિઠલભાઈ વાજા સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.

બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા હાથરસ દુષ્કર્મ મામલે મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details